દિલ્હીમાં નિપાહ વાયરસ અંગે સરકારની ચેતવણી :

01 June 2018 10:27 PM
Rajkot India
  • દિલ્હીમાં નિપાહ વાયરસ અંગે સરકારની ચેતવણી :

કેરળમાં આ વાયરસે ૧૬ નો ભોગ લીધો છે : ચામાચીડિયાએ ખાધેલા ફળમાંથી નીપાહ ફેલાયો : નવું તારણ

Advertisement

કેરળમાં નિપાહ વાયરસથી થઇ રહેલા મોત બાદ દિલ્હી સરકારે પણ લોકોને ચેતવણી આપી છે. દિલ્હી સરકારે એક એડવાઇઝરી જાહેર કરી લોકોને અલર્ટ રહેવા કહ્યું છે. જોકે, રાજધાનીમાં અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસના સંક્રમણનો કોઈ અહેવાલ નથી.

સરકારે એડવાઇઝરીમાં લોકોને ફળો ખાતા સમયે વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. ખાસ કરીને સામાન્ય ભોજન પહેલાં લોકો સાવધાન રહેવાની જરૂર છે કારણકે પક્ષીઓએ ખાધેલી કેરી વૃક્ષો પરથી નીચે પડી જાય છે, જેમાં જોખમ રહેલું છે. કારણ કે અત્યાર સુધી સંશોધનથી જાણવા મળ્યું છે કે નિપાહ વાયરસ ચામાચીડિયાએ ખાધેલા ફળ ખાવાથી ફેલાઇ રહ્યો છે.

એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે, હાલ આ બીમારી વધારે વિસ્તારમાં ફેલાઇ નથી. કેરળમાં બે જીલ્લાઓ સુધી જ મર્યાદિત છે, છતા પણ સરકારે લોકોને સાવચેત રહેવા કહ્યુ છે.

અત્યાર સુધીમાં આ સંક્રમણમનો કોઇ મામલો સામે આવ્યો નથી. કેરલની વાત કરીએ તો ત્યાં નિપાહ વાયરસથી મરનારાઓની સંખ્યા ગુરુવારે વધીને 16 થઈ ગઇ છે. આ બિમારી પક્ષીઓથી માનવીમાં ફેલાયેલી બિમારી છે.

નિપાહ વાઈરસના ચેપથી તાવ આવે છે. શરૂઆતમાં દર્દીને ઝડપી તાવ સાથે કફ અને શ્વાસ લેવાની તકલીફ થાય છે. લોકોએ કેરળના સંક્રિત વિસ્તારોમાં ન જવા સલાહ આપી છે.

લોકોને સફાઇ રાખવાની સલાહ આપવામાં આવી છે, સ્વચ્છ રૂમાલનો ઉપયોગ કરો, ભોજન પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા અને ત્યારબાદ બજારમાંથી આવ્યા બાદ પણ તરત જ હાથ સાફ કરો, ફળોને પાણીમાં સારી રીતે ધોયા બાદ જ ખાવામાં ઉપયોગ કરો.

આરોગ્ય કર્મચારીઓએ દર્દીઓની દેખરેખ રાખતી વખતે સાવચેતી રાખવી જોઈએ. દર્દીઓની સારવાર દરમિયાન માર્ક્સ અને ગ્લેઝનો ઉપયોગ કરવા જરૂરી સૂચનો આપ્યા છે.


Advertisement