બળાત્કારના આરોપીએ ભોગગ્રસ્ત મહિલાને ફરી ધમકાવી

29 May 2018 01:50 PM
Jamnagar Business
Advertisement

જામનગર તા.29
લાલપુર તાલુકાના મેઘપર ગામે એક 19 વર્ષીય મહિલાને રવિરાજસિંહ કનુભા કંચવા નામના શખ્સે ગત તા.10મીના રોજ ધમકાવી માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગરમાં અંધાશ્રમ વિરાટ ગેરેજની પાછળ આવેલ સિઘ્ધનાથ સોાસયટીમાં રહેતી યુવતિ પર આરોપી દ્વારા અગાઉ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેણીની આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મેઘપર રહેતા પોતાના મામાના ઘરે ગયેલી યુવતિને ભટકી ગયેલા આરોપીને ફરિયાદ પાછી ખેંચી લેવા ધાકધમકી આપી હતી. જેથી યુવતિએ આરોપી સામે મેઘપર પોલીસ દફતરમાં વધુ એક ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવના આધારે પ્રોબેશનલ પીએસઆઇ એમ.પી. સોઢા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement