બીસીસીઆઈમાં સગાવાદ યથાવત: દિલ્હી એસો.ની ચૂંટણીમાં સી.કે.ખન્નાના પત્ની મેદાનમાં

25 May 2018 04:59 PM
India
Advertisement

નવી દિલ્હી તા.25
ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ એસો.માં લાંબા સમય સુધી હોદાઓ ભોગવનારને આ પદ છોડવા ગમતા નથી પણ સર્વોચ્ચ અદાલત અને લોધા કમીટીએ જે આકરુ વલણ અપનાવ્યુ છે તેનાથી અનેકને મુશ્કેલી પડી રહી છે તેઓ હવે આ હોદા પર તેમના કુટુંબીજનોને ગોઠવવા લાગ્યા છે. બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખ સી.કે.ખન્ના એ દિલ્હી ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં તેમના પત્ની શશીને ઉપપ્રમુખ પદ માટે મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે પુર્વ ક્રિકેટર મદનલાલ પણ મેદાનમાં છે અને ટીવી ચેનલના માલીક રજત શર્મા પણ સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી વિકાસ સિંઘ પણ ચૂંટણી લડી રહ્યા છે. શશી ખન્ના 64 વર્ષના છે તેઓનું ક્રિકેટમાં કંઈ યોગદાન નથી પરંતુ બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખના પત્ની હોવાના નાતે જ તેઓ આ ચૂંટણી લડે છે.


Advertisement