વેરાવળમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 શખ્સો ઝબ્બે

25 May 2018 01:50 PM
Veraval
  • વેરાવળમાં રહેણાંક મકાનમાં 
જુગાર રમતા 13 શખ્સો ઝબ્બે

1.23 લાખનો મુદામાલ કબ્જે લઇ તપાસ

Advertisement

વેરાવળ તા.25
વેરાવળમાં તાલાલા નાકા નજીક આવેલ રહેણાંક મકાનમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા 13 જુગારીઓને રોકડા રૂા.66, 700 તથા 10 મોબાઇલ ફોન અને એક મોટર સાયકલ મળી કુલ રૂા.1,23,700 ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારીઓમાં દોડઘામ મચેલ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલાલા નજીક આવેલ લક્કી કોલોનીમાં રહેતા સીદી બાદશાહ અલી જુમાભાઇ મુસાગરા ઉ.વ.58 ના મકાનમાં જુગાર રમાઇ રહેલ હોવાની બાતમીના આઘારે પી.આઇ. બી.બી.કોલીની સુચનાથી પી.એસ.આઇ. આર.એ.ચનિયારા, પો.હે.કો. એ.જે.રાયજાદા, નટુભા ભાભલુભા, પો.કો. પ્રવિણભાઇ, અંકુરભાઇ સહીતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા સ્થળ ઉપર (1) અલી જુમા મુસાગરા તથા (2) હનીફ રસીદભાઇ સખીયાણી ઉ.વ.25, (3) મેસન ખાલીદભાઇ તાયા આરબ ઉ.વ.38, (4) ઇરફાન અલીભાઇ મુસાગરા ઉ.વ.25, (5) હીતેષ મેરામણ કોળી ઉ.વ.22, (6) મહમદ હુસેન સતારભાઇ પટણી ઉ.વ.23, (7) મોસીનખાન નથુખાન પઠાણ, (8) ઇમરાન ફારૂક મુગલ ઉ.વ.23, (9) જાકીર હબીબભાઇ કુરેશી ઉ.વ.24, (10) યાસીન ઇબ્રાહીમ રાઠોડ તુરક ઉ.વ.20, (11) રફીક જાફરમીયા અલ્વી સૈયદ ઉ.વ.37, (12) અલ ફરહાન સતારભાઇ ગાજી ઉ.વ.20, (13) ઇમરાન ઇકબાલ સુમરા પટણી ઉ.વ.30 ને જુગાર રમતા રોકડ રૂા.66,700 તથા 10 મોબાઇલ અને મોટર સાયકલ મળી કુલ રૂા.1,23,700 ના મુદામાલ સાથે ધરપકડ કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Advertisement