સોરઠ પંથકમાં દીપડાના હુમલામાં બાળકી-આધેડ ઘાયલ

25 May 2018 01:39 PM
Junagadh

ગરમીથી અકળાયેલા યુવાને ઝેર ખાધુ: જેલમાંથી કેદી નાસી છુટયો

Advertisement

જુનાગઢ તા.25
ઉનાળાના આકરા તાપમાં જંગલી પ્રાણીઓ પણ આકુળવ્યાકુળ થઈ ગરમીમાં ગાંડા બન્યા હોય તેમ ગઈકાલે અલગ અલગ બે બનાવોમાં દિપડાએ એક 10 વર્ષની બાળકીને અને 55 વર્ષના આધેડ પર દિપડો તુટી પડતા બન્નેને જુનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છક્ષે.
ગીરગઢડાના સીતલકુબા ખાતે ગઈકાલે દિપડાએ અસ્મીતાબેન સુખાભાઈ (ઉ.10)ને બટકા ભરી લેતા ઉનાથી જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે. બીજો બનાવ માળીયાથી 16 કી.મી. દુર બોડી ગામે આધેડ ભગવાનભાઈ ગોવિંદભાઈ ગોરફાડ (ઉ.55)ને દિપડાએ ફાડી નાખતા માળીયાથી જુનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.
આપઘાતની કોશીષ
જુનાગઢ એ ડીવીઝન હદના આંબેડકરનગરમાં રહેતા અને લોખંડના સેન્ટીંગ બાંધવાનું કામ કરતા સંજયભાઈ મગનભાઈ (ઉ.35) ભારે તાપ અને ગરમી સહન ન થતા રાણવાળી ખાણ ખાતે કંટાળી જઈ ઝેર ગટગટાવી લેતા જુનાગઢ સરકારી દવાખાને દાખલ કરવામાં આવેલ જયાં સંજય મગનભાઈ (ઉ.35)એ તેમના નિવેદનમાં ગરમી સહન ન થતા આ પગલું ભર્યાનો જવાબ લખાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
કેદી નાસી છુટયો
જુનાગઢ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો કોળી કાના ઉકા બાંભણીયા જેલની વાડીમાંથી ભાગી છૂટયો હતો. આ અંગેની વિગત મુજબ ભાવનગર જીલ્લાના જાફરાબાદ તાલુકાના રોહિસા ગામના રહીશ કેદી કાના ઉકા બાંભણીયા વર્ષ 2017માં ભરણ પોષણ કેસમાં સાદી કેદની સજા ભોગવી રહ્યો હતો ગઈકાલે તા.24/5 બપોરે જેલની વાડીમાં કામ કરતા કાયદેસરની કસ્ટડીમાંથી નજર ચુકવી ભાગી છુટતા જેલર દિનેશભાઈ પટેલએ નોંધાવતા બી ડીવી. પીએસઆઈ કે.વી. મુંજવાએ તપાસ હાથ ધરી છે.


Advertisement