અમરેલી જીલ્લામાં પંચાયત-પાલિકાના પ્રમુખોની ટર્મ પુરી થવામાં : પ્રમુખપદ મેળવવા લોબીંગ શરૂ

25 May 2018 01:22 PM
Amreli
Advertisement

(મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી તા.રપ
અમરેલી જિલ્લાની અમરેલી અને સાવરકુંડલા પાલિકા, જિલ્લા પંચાયત અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લાઠી, લીલીયા, બાબરા સહિતની તાલુકા પંચાયતોનાં પ્રમુખપદની અઢી વર્ષની ટર્મ આગામી મહિને પૂર્ણ થતી હોય નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. અમરેલી જિલ્લાની મોટાભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કોંગ્રેસનું શાસન હોવાથી કોંગી આગેવાનો માટે પ્રમુખની પસંદગી કરવામાં ફુંકીફુંકીને પગલા ભરવા પડશે. નહીં તો લોકસભાની ચૂંટણીમાં નુકશાની થવાની શકયતાઓ છે.


Advertisement