માળીયાના મોટા દહિસરા ગામે આગ લગતા લોકોમાં નાશભાગ: 35 વાડા બળીને ખાખ

25 May 2018 12:44 PM
Morbi
  • માળીયાના મોટા દહિસરા ગામે આગ લગતા લોકોમાં નાશભાગ: 35 વાડા બળીને ખાખ
  • માળીયાના મોટા દહિસરા ગામે આગ લગતા લોકોમાં નાશભાગ: 35 વાડા બળીને ખાખ

Advertisement

મોરબી જીલ્લામાં આગ અકસ્માતના બનાવો વધુ બને તેવી શક્યતા હોવા છતાં આ જીલ્લામાં ફાયરની સાધન સામગ્રી અને સ્ટાફ બંનેની ઘાટ છે ત્યારે જીલ્લામાં કોઇપણ જગ્યાએ આગ લાગે તો હાલમાં મોરબી જે ફાયરના વાહનો છે તેને જ દોડાવવામાં આવે છે ગઈકાલે બપોરના સમયે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેડૂતોના વાડાઓમાં આગ લાગી હતી જેથી સ્થાનિક લોકોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જો કે, આગ બેકાબુ થઇ જતા મોરબી પાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો મોટા દહીસરા ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ 35 જેટલા વાડા આગમાં બળીને ખાખ થઈ ગયા છે જે પૈકીના મોટાભાગના વાડામાં પશુઓનો ચારો, જુનવાણી ગાડા, એન્જીન ઓઇલ અને પાણીની પાઇપ લાઈન સહિતની સામગ્રી હતી જે આગમાં બળી ગયેલ છે. (તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement