2200 હેકટર વન્ય જમીન ટ્રાન્સફર, સૌથી વધુ રાજકોટ એરપોર્ટ માટે

25 May 2018 12:01 PM
Ahmedabad Gujarat
  • 2200 હેકટર વન્ય જમીન ટ્રાન્સફર, સૌથી વધુ રાજકોટ એરપોર્ટ માટે

2017માં 97 કિસ્સામાં ઔદ્યોગીક, કેનાલ, સિંચાઈ જેવા હેતુઓ માટે વનવિભાગે જમીન ફાળવી દીધી

Advertisement

અમદાવાદ તા.25
ગુજરાતના વનવિભાગે વનની જાળવણી અને વન્યજીવનના સંવર્ધન સિવાયના હેતુઓ માટે 2200 હેકટર વન્યજમીન હેતુ ફેર કરી છે. એમાંની કેટલીક જમીન પીવાના પાણીની પાઈપલાઈન નાખવા અથવા કેબલ બિછાવવા ઉપયોગમાં લેવાઈ છે, પણ મોટાભાગની જમીન રાજકોટ એરપોર્ટ અને ઔદ્યોગીક જરૂરિયાતો માટે આપવામાં આવી છે.
પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન માટેનો વર્ષ 2017-18નો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે 97 કેસોમાં 2196 હેકટર જમીન અન્ય હેતુઓ માટે વાળવામાં આવી છે. એ પૈકી 9.690 હેકટર જમીન કચ્છમાં સિંચાઈની નહેર બનાવવા, પાણીની પાઈપલાઈન અને ઈલેકટ્રીસીટી ટ્રાન્સમીશન લાઈન બિછાવવા આપવામાં આવી છે.
પરંતુ, 94 કિસ્સામાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફે બિન-વન્ય હેતુઓ માટે 2186 હેકટર વન્ય જમીન ટ્રાન્સફર કરી છે.
નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્ય એચ.એલ.સિંહે જણાવ્યું હતું કે મોટાભાગની જમીન ઉદ્યોગ અને રાજકોટ એરપોર્ટ માટે આપવામાં આવી છે. બોર્ડના નિયમ મુજબ વન વિભાગને એટલી જ જમીન સરકાર તરફથી મળવી જોઈએ. સિંહે જણાવ્યું હતું કે રાજકોટ એરપોર્ટ માટેની જમીન ગ્રાસલેન્ડ (ઘાસચારો ઉગતી) જમીન હતી. અમને બદલામાં એટલી જમીન મળે તો પણ ગ્રીન કવરની નુકશાની રહે છે.


Advertisement