ગોંડલ-જેતપુર વિસ્તારમાં વેરહાઉસ અને ગોડાઉનમાં પ્રાંત કચેરીની ટીમનું ચેકીંગ

25 May 2018 11:26 AM
Gondal

મગફળીની ખરીદી કરવા કૃષિમંત્રી ઓઇલમીલરો અને કારખાનેદારોને આહવાન કરશે

Advertisement

ગોંડલ તા.25
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે પણ ટેકાના ભાવથી મગફળીની મબલખ ખરીદી કરવામાં આવી હતી, આ વર્ષે પણ મગફળીનું વ્યાપક ઉત્પાદન થતાં અને મોટા પ્રમાણમાં ટેકાના ભાવથી ખરીદી કરાતા વેરહાઉસ તેમજ ગોડાઉનો છલોછલ થવા પામ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ઓઇલ મિલરો અને સીંગદાણાના કારખાનેદારો સાથે મિટિંગ કરી મગફળી ખરીદી કરવા માટે આહવાન કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા સૌરાષ્ટ્રભરના ઓઇલ મિલરો અને સીંગદાણાના કારખાનેદારો સાથે મીટીંગ કરવામાં આવનાર છે, જેમાં રાજ્યના કૃષિમંત્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ખરીદ કરવામાં આવેલ ટેકાના ભાવે મગફળી વેચાણ કરવામાં આવનાર હોવાનું જણાવી મગફળી ખરીદી કરવા માટે આહવાહન કરવામાં આવનાર છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદાયેલ મગફળી વેચાણ કરવાની માહીતી ગોંડલ પ્રાંત કચેરીને મળતાં જ પ્રાંત અધિકારી દ્વારા બાર ટીમ બનાવી ગોંડલ તેમજ જેતપુર વિસ્તારમાં આવેલ મગફળીના ગોડાઉનો તેમજ વેરહાઉસમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ ટીમ દ્વારા વર્તમાન સમયમાં ગોડાઉન ની પરિસ્થિતિ સીસીટીવી કેમેરા ફાયરનાં સાધનો તેમજ ચોકીદારની અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


Advertisement