ધોરાજીમાં ગાય આધારીત ઓર્ગેનીક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

24 May 2018 01:53 PM
Dhoraji
  • ધોરાજીમાં ગાય આધારીત ઓર્ગેનીક
ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

કિસાનોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.24
ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ ઓમ વેદ ગીર ગૌશાળા ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને ગ્રામ વિકાસ સમિતિ એકસ્પો સંસ્થાના સહયોગથી ખેડૂતોને ગાય આધારીત ઓર્ગેનીક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ તકે 0 બજેટ ખેતીના પ્રાંતના સંયોજક પ્રફુલભાઇ સેંજલીયાએ ગાય આધારીત અને ઓર્ગેનીક ખેતી વિશે માર્ગદર્શન આપેલ હતું. આ તકે એકસ્પોના આનંદકુમારે પણ ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું. તેમજ ખેડુત એગ્રીમોલના મીલનભાઇ તારપરાએ ખેડૂતોને ઓર્ગેનીક ખેતીના ફાયદા જણાવેલ હતા. કાર્યક્રમમાં પ્રફુલભાઇ સેંજલીયા ચંદુભાઇ ચોવટીયા, વલ્લભભાઇ ટોપીયા, પિયુશભાઇ બાબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લલીતભાઇ મોણપરા તથા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.


Advertisement