ઉપલેટા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સાતમાં પગાર પંચ મામલે હડતાલમાં જોડાયા

24 May 2018 12:14 PM
Dhoraji

પ્રશ્ર્ન નહિં ઉકેલાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દત કામ બંધ

Advertisement

ઉપલેટા તા.24
અહિંયા ઉપલેટા જી.ડી.એસ. લાતી પ્લોટ પોસ્ટ હેઠળ આવતી તાલુકાની 21 જગ્યા પર આવેલી જુદી-જુદી બ્રાન્ચના સહ કર્મચારીઓને સાતમું પગાર પંચ ના મળતા રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઇ અચોક્કસ મુદ્દત માટે બંધ પાડી તમામ વહીવટી પ્રક્રિયા બંધ પાડેલ છે.
ત્યારે આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.22-5-2018ના રોજ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકાર સામે સાતમું પગાર પંચ ન મળતા પોસ્ટલના કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલ આપેલ છે. ત્યારે ઉપલેટા શહેરની લાતી પ્લોટ હેઠળની પોસ્ટ ઓફીસ નીચે આવતી તાલુકાની 21 સહ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ પણ આ હડતાલને સમર્થન આપી પોતે વહીવટી પ્રક્રિયા બંધ પાડી હડતાલમાં જોડાયા છે.
તેમજ તા.23-5-2018ના રોજ ઉપલેટાની પોસ્ટ ઓફીસની મેઇન બ્રાન્ચ ખાતે ધરણા તેમજ સુત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષાય તે માટેના પ્રયાસો હાથ ધરી સરકારની નીતી-રીતી સામે વિરોધ નોંધાવેલ હતો. જયારે સમગ્ર તાલુકાના પોસ્ટલ કર્મચારીઓ એકી સાથે હડતાલ પર ઉતરી જતા ગ્રામ્ય લોકોનો સંદેશા વ્યવહાર ઠપ્પ થઇ જતાં ભારે મુશ્કેલી સર્જાઇ હોવાનું જાણવા મળેલ છે.


Advertisement