જરૂરતમંદ વિધાથીૅઅોને રાહતદરે ચોપડાનું વિતરણ

22 May 2018 07:06 PM
Rajkot
  • જરૂરતમંદ વિધાથીૅઅોને રાહતદરે ચોપડાનું વિતરણ

ડિવાઈનફીલ ચેરી. ટ્રસ્ટ દ્રારા

Advertisement

રાજકોટ તા. રર રાજકોટની ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ અેક સેવાના હેતુથી પાથૅ ગ્રાફીકસ, રાજકોટના ભરતભાઈ પરમારે સ્થાપના કરી અનેક વિધ પ્રવૃતિઅો દ્રારા સમાજ ઉપયોગી કાયોૅ કરેલ છે. જેમાં વૃઘ્ધાશ્રમનાં વડીલો તથા અનાથાશ્રમના બાળકોના મુખ પર સ્મિત લાવવાનો પ્રયાસ, બ્લડ ડોનેસન કેમ્પ, છાશ વિતરણ તથા શહેરના છેવાડાના વિસ્તારોમાં રહેતા ભૂલકાનોને નાસ્તો પહોંચાડવાની પ્રવૃતીઅો કરેલ છે. ટ્રસ્ટ દ્રારા હવે પછીના કાયૅક્રમમાં અભ્યાસ કરતા જરૂરીયાત વાળા બાળકોને તદન રાહત દરે ચોપડાનું વિતરણ વ્યવસ્થા રાખેલ છે. જે માટે ચોપડા મેળવવા ઈચ્છુક બાળકો પાથૅ ગ્રાફિકસ યુનિ. રોડ, જીવન શાંતિ સ્કૂલની નીચે..., ડીવાઈન અોપ્ટીકલ નાનામવા મેઈન રોડ..., ફ્રેન્ડ શુઝ, મવડી ફાયર બ્રિગેડ પાસે, મ્યુનિસિપલ શોપીગ સેન્ટર...., ચામુંડા ફલોર મીલ, ઢેબર કોલોની નારાયણનગર સામે...., ચામુંડા ફલોર મીલ, નવલનગર... તથા ચામુંડા સીઝન સ્ટોર, ૬રુપરસાણાનગર... ખાતેથી ઉપલબ્ધ થશે. તો લાભ લેવા ઈચ્છુક વિધાથીૅઅો નજીકના કોઈપણ સ્થળેથી ચોપડા વિતરણનો લાભ લઈ શકે છે. વિશેષ માહિતી માટે ભરતભાઈ પરમાર (મોબાઈલ નં. ૯૮રપર પ૯૮૭૯) નો સંપકૅ કરવો. ઉપરોકત સેવાનો બહોળો લાભ લેવા અેક યાદીમાં જણાવેલ છે.


Advertisement