રવિન્દ્ર જાડેજાના પત્નીને માર મારી નિર્લ્લજ હુમલો કરતો પોલીસ કર્મચારી

22 May 2018 01:34 PM
Gujarat
  • રવિન્દ્ર જાડેજાના પત્નીને માર મારી નિર્લ્લજ હુમલો કરતો પોલીસ કર્મચારી
  • રવિન્દ્ર જાડેજાના પત્નીને માર મારી નિર્લ્લજ હુમલો કરતો પોલીસ કર્મચારી
  • રવિન્દ્ર જાડેજાના પત્નીને માર મારી નિર્લ્લજ હુમલો કરતો પોલીસ કર્મચારી

આરોપીની રાત્રે જ ધરપકડ: બદલી અને સસ્પેન્સન સહિતના પગલા ભરાશે પોલીસ કર્મચારી સામે

Advertisement

જામનગર તા.22
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરનાર પોલીસ કર્મચારી સામે પોલીસે બિભત્સ વાણી વિલાસ, નિર્લ્લજ હુમલો કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ આરોપી પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના પંચવટી વિસ્તાર નજીકના બંગલામાં રહેતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને તેની પુત્રી સહિતનો પરિવાર ગઇકાલે સાંજે પોતાની બીએમડબલ્યુ કાર લઇ શરૂ સેકશન રોડ પરના પોલીસ હેડકવાર્ટરના ગેઇટ સામેથી પસાર થતાં હતાં. દરમિયાન પોલીસ હેડકવાર્ટરમાંથી પોતાનો હંક મોટરસાઇકલ લઇ નિકળેલા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સંજયભાઇ ખીમાભાઇ કરંગીયાએ બાઇક ગફલતભરી રીતે ચલાવી રીવાબાની કારને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતના પગલે ઉશ્કેરાઇ ગયેલા પોલીસ કર્મચારીએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાના વાળ પકડી ગાડીના કાચ સાથે બે-ત્રણ વખત માથુ ભટકાડી માથાના ભાગે ઇજા પણ પહોચાડી હતી. ત્યારબાદ આરોપી પોલીસ કર્મચારીએ રીવાબાના ગરદન તેમજ છાતીના ભાગે હાથ નાખી, પોતાના તરફ ખેંચી નિર્લ્લજ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રવિન્દ્રના સાસરિયા પક્ષના પ્રફુલ્લાબા સોલંકીએ આરોપી પોલીસ કર્મચારી સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 323, 324, 354, 504, એમવીએકટ મુજબ ગુન્હો નોંધી પીઆઇ આર.જી. જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


Advertisement