૫૫ કલાકમાં કર્ણાટકની રાજકીય બાજી પલટાવનાર ૫ મહારથી કોણ ? જાણો

19 May 2018 09:08 PM
Rajkot India
  • ૫૫ કલાકમાં કર્ણાટકની રાજકીય બાજી પલટાવનાર  ૫ મહારથી કોણ ? જાણો

Advertisement

અઢી દિવસ માટે મુખ્યમંત્રી બનેલા યેદિયુરપ્પાએ વિશ્વાસ મત પહેલા જ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ-જેડીએસની સરકાર રચાશે તે સ્પષ્ટ થઈ ગયું. પરંતુ લગભગ 55 કલાક સુધી ભજવાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસને સત્તા પર સ્થાપિત કરતા આ પાંચ નેતાઓએ મહત્વની ભૂમિકા અદા કરી.

ગુલામ નબી આઝાદ : આઝાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પરીણામો બાદ જ કોંગ્રેસના પક્ષમાં સમીકરણો બદલવામાં તેમની ભૂમિકા મહત્વની રહી. યેદિયુરપ્પા સરકારના બહુમતને પરાજીત કરવા પાછળ તેમની જ રણનીતિ હતી. પરીણામો આવતાની સાથે જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે, કોંગ્રેસ જેડીએસ સાથે ગઠબંધનની સરકાર રચશે. જનાદેશ કોંગ્રેસની વિરૂદ્ધ છે તે વાત પણ તેઓ પારખી ગયાં હતાં. જેડીએસ સાથે જોડાણની વાત પણ તેમણે જ કરી હતી. ત્યાર બાદ જ કોંગ્રેસ-જેડીએસએ સાથે મળીને સાંજે ગવર્નર સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

અશોક ગહલોત : કોંગ્રેસ સંગઠનના મહાસચિવ અશોક ગહલોતે પણ યેદિયુરપ્પા સરકારને પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત દરેક ઘટનાક્રમ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યાં હતાં અને આઝાદની આગેવાનીમાં ડેમેજ કંટ્રોલરની ભૂમિકા અદા કરી. પરિણામ આવ્યા બાદ જ તેમણે કહ્યું હતું કે, કર્ણાટકની લડાઈ વિચારધારા અને સિદ્ધાંતોની છે. આ સ્થિતિમાં વિકલ્પ તેના માટે જ ખુલા રહેશે જેની સાથે અમારી વિચારધારા મેળ ખાય છે.

મલ્લિકાર્જુન ખડગે : મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાના એક છે. કર્ણાટકમાં પાર્ટીના દલિત ચહેરાની સાથો સાથ જમીન સાથે જોડાયેલા નેતા તરીકે પણ તેઓ જાણીતા છે. 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ખડગેનું નામ આગળ વધારીને ચૂંટણી લડવામાં આવી હતી. જેના કારણે જ બહુમત મળતા જ ખડગેનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં શામેલ થઈ ગયું હતું. પરંતુ તે સમયે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા પાર્ટી મજબુર બની ગઈ. ખડગે શ્વચ્છ છબી ધરાવતા નેતા માગવામાં આવે છે. તેઓ 9 વાર ધારાસભ્ય બન્યાં છે. જ્યારે બીજીવાર સાંસદ. કર્ણાટકની રાજનીતિમાં લાંબો અનુંભવ ધરાવતા નેતા છે.

સિદ્ધારમૈયા : તેઓ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. તેમના કાર્યકાળમાં કોંગ્રેસ સરકાર ક્યારેય અસ્થિર નથી થઈ. સિદ્ધારમૈયાના મૂળ જેડીએસ સાથે જોડાયેલું છે. તેમને પણ જેડીએસના નેતા એચ ડી દેવગૌડાએ રાજનીતિ સિખવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે મતભેદો સર્જાતા સિદ્ધારમૈયાએ કોંગ્રેસ જોઈન કરી લીધી હતી. તેમના કાર્યકાળમાં કર્ણાટકમાં કોંગ્રેસે પોતના 5 વર્ષનો કાર્યકાળ પુરો થયો.

ડીકે શિવકુમાર : શિવકુમાર તત્કાલીન મુખ્યમંત્રી એસ બંગરપ્પા અને એસએમ કૃષ્ણા સાથેની નિકટતાને લઈને જાણીતા છે. તેઓ કર્ણાટકમાં યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચુક્યાં છે. કર્ણાટકમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ભાજપની પહોંચથી દૂર રાખવા પાર્ટીને ખુબ જ મદદ કરી. સૌપ્રથમવાર શિવકુમારને કોંગ્રેસે રાજ્યની સતાનુર વિધાનસભા બેઠક પરથી જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન વિરૂદ્ધ મેદાનમાં ઉતાર્યાં હતાં, પરંતુ તેઓ ચૂટણી હારી ગયાં હતાં. બાદમાં 1989મા તેમણે આ બેઠક જીતી હતી.


Advertisement