યામાહાની ત્રણ વ્હીલવાળી "નિકેન" લોન્ચ થઇ !

18 May 2018 10:26 PM
Rajkot Business India
  • યામાહાની ત્રણ વ્હીલવાળી "નિકેન" લોન્ચ થઇ !
  • યામાહાની ત્રણ વ્હીલવાળી "નિકેન" લોન્ચ થઇ !

Advertisement

યામાહાની લાંબા સમયથી રાહ જોવાઇ રહેલ ત્રણ વ્હીલવાળી બાઇક યામાહા નિકેનની કિંમતની યૂકેમા ઘોષણા કરી દેવામાં આવી છે. બ્રિટેનમાં હવે નિકેન GBP 13,499 (લગભગ 12.39 લાખ રૂપિયા) ની કિંમત પર ઉપલબ્ધ છે. યામાહા નિકેન બ્રિટેનમાં ઓનલાઇન ઓર્ડર કરવામા આવી રહી છે અને ગ્રાહકોને તેની કો ઇમેલ દ્વારા જાણકારી મળશે. જેના પછી ગ્રાહક 14 દિવસની અંદર પોતાની ડીલ ફાઇનલ કરીને યામાહાના નજીકનાં ડીલરશિપ પાસેથી તેને ખરીદી શકે છે.

તમને જણાવી દઇએ કે, યામાહાની નિકેન યામાહા MT-09 પર બેસ્ડ છે. યામાહા નિકેનમાં લિક્વિડ-કુલ્ડ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, ફોર-સ્ટ્રોક, ડીઓએચસી, ચાર-વાલ્વ, ઇન-લાઇન ટ્રિપલ એન્જિન આપવામાં આવે છે. ત્રણ સિલિન્ડર એન્જિનને 847 સીસી આપવામાં આવ્યું છે,

જે યામાહા MT-09થી લેવામાં આવ્યું છે. યામાહાએ જણાવ્યું કે, આ વધારે ડિસ્પ્લેસમેન્ટવાળી મલ્ટી-વ્હીલ બાઇક છે જેમા લિક્વિડ-કુલ્ડ એન્જીન લગાડવામાં આવ્યું છે. આ મોડલને LMW ટેક્નોલોજડીથી લેસ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીથી બાઇકને વળાવતા સમયે ખુબ જ સારી ગ્રીપ મળે છે

અને તેને સ્પીડમાં વળાવતા પણ તેનું બેલેન્સ બગડતુ નથી. નિકનનું વજન 263 કિગ્રા છે, જે 193 કિલોગ્રામ MT-09 કરતા વધારે છે પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બજારમાં ઉપલબ્ધ કોઇ ત્રણ વ્હીલવાળા મોટરસાઇકલની તુલનામાં આ બાઇકનું પરફોર્મન્સ ખુબ જ સારૂ છે.
Advertisement