કર્ણાટકમાં સરકાર બાબતે સસ્પેન્સ ખત્મ ! કાલે સવારે 9 વાગ્યે શપથ ગ્રહણ

16 May 2018 10:09 PM
Rajkot India
  • કર્ણાટકમાં સરકાર બાબતે સસ્પેન્સ ખત્મ ! કાલે સવારે 9 વાગ્યે શપથ ગ્રહણ
  • કર્ણાટકમાં સરકાર બાબતે સસ્પેન્સ ખત્મ ! કાલે સવારે 9 વાગ્યે શપથ ગ્રહણ

રાજ્યપાલે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવા માટે આમંત્રણ આપી દીધું છે. રાજભવને શપથ ગ્રહણને લઇ સત્તાવાર માહિતી આપી દીધી છે

Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજયપાલ વજુભાઇ વાળાએ નિર્ણય લઇ લીધો છે. રાજ્યપાલે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવા માટે આમંત્રણ આપી દીધું છે. રાજભવને શપથ ગ્રહણને લઇ સત્તાવાર માહિતી આપી દીધી છે. રાજયપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો 15 દિવસનો સમય આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે શપથ ગ્રહણ સમારંભમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં. કહેવાય છે કે શપથ ગ્રહણમાં એકલા યેદિયુરપ્પા જ શપથ લેશે. બીજા કોઇ મંત્રી તેમની સાથે શપથ લેશે નહીં.

કર્ણાટકના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સરકાર બનાવાનું આમંત્રણ મળ્યાના સંકેત આપી દીધા છે. જાવેડકરે વિક્ટ્રીની સાઇન કરતો પોઝ મીડિયાને આપ્યો હતો. ભાજપને સરકાર બનાવાનું આમંત્રણ આપ્યાના સમચાર મળ્યા બાદ કૉંગ્રેસ પક્ષમાં જાણે ભૂકંપ આવી ગયો છે. કૉંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ અને કપિલ સિબ્બલે પત્રકાર પરિષદ કરીને રાજ્યપાલ દ્વારા ઉઠાવામાં આવેલા આ પગલાંને ખોટા ગણાવ્યા અને કહ્યું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.

એવું મનાય છે કે કૉંગ્રેસ હવે આ કેસમાં કાયદાના નિષ્ણાતોની સલાહ લઇ આગળ શું પગલાં ઉઠાવા તેની તૈયારીમાં છે. વિધાનસભામાં બહુમતી માટે 112 સીટોની જરૂર છે. પરંતુ ભાજપને 104, કૉંગ્રેસને 78, અને જેડીએસને 38 સીટો મળી છે. સૌથી મોટો પક્ષ હોવાના નાતે ભાજપ નેતા યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો હતો. જ્યારે કૉંગ્રેસે જેડીએસને સમર્થન આપતા બહુમતીનો દાવો કર્યો છે. કૉંગ્રેસ જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવા પર સહમત છે અને આજે કુમારસ્વામીએ જેડીએસ અને કૉંગ્રેસના ધારાસભ્યોની સાથે રાજ્યપાલની મુલાકાત કરી હતી.

આજે કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમને રાજ્યપાલ મહોદયને 117 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે અને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલે પણ તેમને સંવિધાન પ્રમાણે નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે. જ્યારે યેદિયુરપ્પાએ બુધવારના રોજ પરિણામ આવ્યા બાદ જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સૌથી મોટો પક્ષ હોવાના નાતે સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે બંને પક્ષોની મુલાકાત કર્યા બાદ સંવૈધાનિક દાયરામાં રહીને નિર્ણય લેવાની વાત કહી હતી.


Advertisement