ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !

16 May 2018 09:36 PM
Rajkot Gujarat India
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !
  • ભાવનગર નજીકના અલંગનો હવે સિતારો ચમકશે !

ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો ભાંગવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ! પરિણામે મોટા મોટા શીપ અલંગમાં આવતા હોવાનો અલંગસુત્રોનો દાવો

Advertisement

દક્ષિણ એશિયાઇ દેશોમાં શિપબ્રેકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો ભાંગવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હવે તે ભારત સાથેના આ ક્ષેત્રમાં સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યું છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને શીપ બ્રેકિંગ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે. તેથી હવે મોટાં મોટાં શીપ ભારતમાં ભાવનગર નજીક અલંગ ખાતે તોડવા માટે લાવવામાં આવે છે. અલંગના સૂત્રોનું કહેવું છે કે, “ચીન દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ચીનમાં ફોરેન ફ્લેગ શિપના રીસાયકલિંગ પ્રતિબંધની સાનુકુળ અસર અલંગ શિપબ્રેકિંગ યાર્ડ પર પડવાની પુરેપુરી સંભાવના છે.”

ચીનમાં લાદવામાં આવેલા નવા નિયમો અનુસાર, યુરોપીયન યુનિયનની બહારની તરફ આવેલા શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા યુરોપીયન કમીશન સમક્ષ અરજી કરવાની રહેશે અને નવા નિયમો પાળવા અંગેની તમામ આવશ્યક્તાઓ અંગે બાંહેધરી આપવાની રહે છે. ચીનમાં પ્રતિબંધની અલંગ પર શું અસર થઇ શકે ? ચીનમાં ડ્રાય ડોકિંગ પધ્ધતિથી શિપબ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત તેઓની મોટાભાગની કામગીરી મશિનરી આધારીત અને સ્વયંસંચાલિત હતી. તેથી દુનિયાના મોટા જહાજ ચીનમાં ભંગાવા માટે જતા હતા. ઉપરાંત મશિનરીની મદદથી શિપ રીસાયકલિંગ થતું હોવાને કારણે ચીનમાં એક શિપ ખુબ ઓછા સમયમાં ભાંગી શકાતુ હતુ. હવેથી ચીનમાં તૂટવા માટે આવતા મોટા કદના જહાજો અલંગ (ભારત), બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ફાળે આવશે, તેથી વ્યવસાયકારોની નફાકારતા પર સાનુકુળ અસર પડી શકે છે.

શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)ના જોઈન્ટ સેક્રેટરી હરેશભાઈ પરમાર જણાવે છે કે, અલંગમાં તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. ચીનમાં ફોરેન ફ્લેગના જહાજો પરના પ્રતિબંધની અસર માટે ટાંપીને બેઠા નથી. અલંગમાં તમામ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન થઇ રહ્યું છે, તેથી દિગ્ગજ શિપિંગ લાઇન્સના શિપ હવે અહીં ભંગાવા આવે છે.અલંગ હવે આ હરિફાઈમાં આગળ થઈ ગયું છે. તેનો ફાયદો અલંગને થશે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નવી પાંખો મળશે.




Advertisement