તો આપણે સભ્ય સમાજમાં નથી: સુપ્રીમ કોર્ટ |

16 May 2018 09:10 PM
Rajkot India
  • તો આપણે સભ્ય સમાજમાં નથી: સુપ્રીમ કોર્ટ |

કોઈની પણ ધરપકડ નિષ્પક્ષ અને યોગ્ય પ્રક્રિયા વિના ધરપકડ કરાય તો સમજો કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા : સુપ્રિમ કોર્ટ

Advertisement

નવી દિલ્હી: એસસી એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકારની રિવ્યુ પિટિશન પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, કોઈની પણ ધરપકડ નિષ્પક્ષ અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત થવી જોઈએ. જો નિષ્પક્ષ અને યોગ્ય પ્રક્રિયા વિના કોઈને જેલની પાછળ મોકલવામાં આવે છે તો સમજો કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા. દરેક કાયદાને જીવનના અધિકાર સાથે સંબંધિત મૌલિક અધિકાર અંતર્ગત જોવો પડશે. આ અધિકારને સંસદ પણ ઘટાડી ન શકે. જસ્ટિસ એ. કે ગોયલ અને યુ. યુય લલિતની બેંચે મામલામાં કોઈ વચગાળાનો આદેશ નથી આપ્યો, એટલે કે સુપ્રીમ કોર્ટનો આદેશ પ્રભાવી રહેશે.

કલમ-21 અંતર્ગત દરેક કાયદાને જોવો પડશે
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગોયલે ટિપ્પણી કરી છે કે, જે પણ કાયદો છે, તેને કલમ-21 (જીવનના અધિકાર) અંતર્ગત જોવો પડશે. સુપ્રીમ કોર્ટે મેનકા ગાંધી સંબંધી કેસમાં આ અંગે વ્યવસ્થા આપી હતી. કલમ-21 અંતર્ગત જીવનના અધિકારનું વર્તુળ ઘણું મોટું છે અને કાયદાને એ જ ચશ્માથી જોવા પડશે. આ અધિકારને છીનવી કે ઓછો ન કરી શકાય. કોઈ તેને ઓછો ન કરી શકે, ત્યાં સુધી કે સંસદ પણ આ અધિકારથી વંચિત ન કરી શકે. કોઈની ધરપકડ કોઈ નિષ્પક્ષ પ્રક્રિયા વિના કઈ રીતે થઈ શકે. તેને કલમ-21ના સંદર્ભમાં ફરજિયાત રીતે જોવું પડશે. ધરપકડ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જ થવી જોઈએ. જો નિષ્પક્ષ પ્રક્રિયા વિના કોઈને અંદર કરાય છે, તો આપણે સભ્ય સમાજમાં નથી રહેતા. યોગ્ય પ્રક્રિયા વિના કોઈને અંદર રાખી શકાય નહીં.

તમામ અધિકાર સુનિશ્વિત કરવા શક્ય નથી: કેન્દ્ર
એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે, કલમ-21માં જીવનનો અધિકાર છે અને ગરિમા સાથે જીવવાનો અધિકાર છે, જે પશુની જેમ જીવનની વાત નથી કરતો. જીવનના અધિકારનું વર્તુળ ઘણું મોટું છે અને દરેક અધિકારને સુનિશ્વિત કરવાનું વિકાસશીલ દેશમાં મુશ્કેલ છે. જસ્ટિસ ગોયલે કહ્યું કે, યોગ્ય સ્ક્રૂટિની વિના કોઈની લિબર્ટીને કઈ રીતે લઈ શકાય. એટોર્ની જનરલે કહ્યું કે, કલમ-21 અંતર્ગત જીવનના અધિકારમાં શેલ્ટરનો અધિકાર, ભોજનનો અધિકાર, રોજગારનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, સ્વચ્છ પર્યાવરણનો અધિકાર સહિત 21 પ્રકારના અધિકાર સામેલ છે. વિકાસશીલ દેશમાં એ શક્ય નથી કે, દરેક નાગરિકના દરેક અધિકારને સુનિશ્વિત કરી શકાય. રોજગારનો અધિકાર છે, પરંતુ સરકાર રોજગારનો પ્રયાસ કરે છે. લાખો લોકોની પાસે રોજગાર નથી અને બધાને રોજગાર આપવાનું સુનિશ્વિત કરવું શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંતુ સરકારનો હેતુ તો એ જ છે કે લોકોના અધિકાર સુનિશ્વિત થાય. ત્યારે એટોર્ની જનરલે કહ્યું કે, તેના માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે સરકાર વેલફેર ઓફ સ્ટેટ માટે પ્રયાસ કરશે અને સરકાર તેના માટે પ્રયાસ પણ કરી રહી છે.

‘સંસદ આ અધિકારને ઘટાડી શકે નહીં’
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અધિકારનો ઉપયોગ સરકાર કરે, પરંતુ મૌલિક અધિકારને લઈ શકાય નહીં. કલમ-21 અંતર્ગત જીવનના અધિકાર અને સ્વચ્છંદતાના અધિકારને સંસદ પણ ઘટાડી ન શકે. આ દરમિયાન વેણુગોપાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ કાયદાના ગેપને ભરી શકે છે, પરંતુ વૈકલ્પિક કાયદો ન બનાવી શકે. આ દરમિયાન જસ્ટિસ લલિતે કહ્યું કે, હજારો ઉદાહરણો છે, જ્યાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન્સ બનાવી છે. જોકે, સુપ્રીમ કોર્ટ મામલામાં કોઈ વચગાળાનો આદેશ નથી આપ્યો અને મામલાની સુનાવણી રજાઓ બાદ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

20 માર્ચના આદેશને કેન્દ્રએ પડકાર્યો છે
ગત સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એસસી/એસટી એક્ટ (અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિરોધક કાયદો)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે, તે જ્યૂડિશિયલ એક્ટિવિઝમ છે અને કાયદો બનાવવાનું કામ સંસદનું છે, કોર્ટનું નહીં. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 20 માર્ચે આપેલા આદેશ પર રોક લગાવવાની પણ અપીલ કરી, સાથે જ કહ્યું કે, મામલાને લાર્જર બેંચને રિફર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 20 માર્ચના આદેશ સામે રિવ્યુ પિટિશન દાખલ કરી આદેશને બદલવાની અપીલ કરી છે.Advertisement