જીવદયા ગૃપ દ્વારા રાજકોટ પાંજરાપોળમાં ગૌમાતાઓને 300 કિલો લોટના લાડવા ખવડાવવામાં આવ્યા

16 May 2018 07:15 PM
Rajkot
  • જીવદયા ગૃપ દ્વારા રાજકોટ પાંજરાપોળમાં ગૌમાતાઓને 300 કિલો લોટના લાડવા ખવડાવવામાં આવ્યા

Advertisement

રાજકોટ તા.16
જીવદયા ગૃપ રાજકોટ દ્વારા 300 કીલો ઘઉંના લોટના લાડવા રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ગૌમાતાઓને આર્પણ કરવામાં આવ્યા હતા. લાડવા અર્પણ કરવા માટે દાતા મનીષભાઈ ગુણવંતરાય મહેતા, પરીનભાઈ પારેખ તથા રાજુભાઈ પારેખનો સહકાર મળ્યો હતો.
આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ ભરાડ વિદ્યા કેન્દ્રના જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે રૂા.1,00,000/- રકમ રાજકોટ મહાજનની પાંજરાપોળને સ્છ.ચં5ાબેન ગીજુભાઈ ભરાડની સ્મૃતિમાં હસ્તે ભરાડ ફાઉન્ડેશન તરફથી અર્પણ કરી હતી. તેમજ આ પ્રસંગે નીલ રમેશભાઈ દોમડીયા તથા પુજા દોમડીયા દોશીના હસ્તે રમેશભાઈ દોમડીયા દ્વારા રાજકોટ મહાજનની પાંજરાપોળને રૂા,પ000/- અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આર્શીવચન સાથે ગીજુભાઈ ભરાડે જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા કે સફળ કં5ની અથવા સેવાકીય સંસ્થિાની એક હકારાત્મક વિચારથી શરૂ થાય છે. હકારાત્મક અભિગમ વ્યકિતને સફળતાના શિખરો સુધી લઈ જાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પણ મોટી ઉંમરના વૃધ્ધને તમે મળો એટલે ખાલી પુછજો કેમ છે મજામાં ને કાંઈ જરૂર હોય છે કે નહીં, ઈશ્ર્વર તમારી સાથે 100 ટકા સાથે જ છે. આટલું જ બોલતા વૃધ્ધ વ્યકિતનો આત્મવિશ્ર્વાસ ખુબ જ વધી જશે સાથોસાથ જીવદયા ગૃપ રાજકોટ તથા રાજકોટ મહાજનની પાંજરાપોળની અબોલ જીવોની અનન્ય સેવાને તેમણે બીરદાવી હતી તથા તેઓ આ પ્રકારની સેવા પ્રવૃતિઓથી ખુબ જ પ્રભાવિત થયા હતા.
રૂા.1,00,000/-નું અનુદાન રાજકોટ મહાજનની પાંજરાપોળ વતી ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ બાટવીયા, ભીખુભાઈ ભરવાડા, પારસભાઈ મોદી, હિતેષભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા તથા સંજયભાઈ મહેતા દ્વારા સ્વીકારવામાં આવેલ હતી.
આભારવિધિ રમેશભાઈ દોમડીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ બાટવીયા, અરૂણભાઈ દોશીના કુશળ માર્ગદર્શન હેઠળ ભીખુભાઈ ભરવાડા, પ્રકાશ મોદી, નીરવ સંઘવી, રમેશભાઈ દોમડીયા, દિનેશભાઈ વોરા, હીતેશભાઈ દોશી, ભરત બોરડીયા, આરતીબેન દોશી, વિરેન્દ્ર સંઘવી, રાજુભાઈ મોદી, સમીરભાઈ કામદાર, હીનાબેન સંઘવી, હર્ષદભાઈ મહેતા, પરીનભાઈ પારેખ, હીમાશું ચીનોય, પારસ મોદી, હેમા મોદી, અલ્કાબેન બોરડીયા, હીરેનભાઈ કામદાર અરૂણભાઈ નિર્મળ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.


Advertisement