રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયોત્સવ ઉજવાયો

16 May 2018 07:14 PM
Rajkot
  • રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયોત્સવ ઉજવાયો

Advertisement

રાજકોટ જીલ્લા ભાજપા અઘ્યક્ષ ડી.કે. સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતાની આગેવાનીમાં આજરોજ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થતા રજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે આતશબાજી તથા મીઠા મોઢા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે ડી.કે. સખીયા તથા ભાનુભાઇ મેતાએ કર્ણાટક વિધાનસભાના ભવ્ય વિજયને આવકારતા જણાવ્યુ હતુ કે રાષ્ટ્રવાદનો સુર્ય દક્ષિણમા ઉદય થયો છે. કર્ણાટકની ચુંટણીમા ભારતીય જનતા પાર્ટી તરફી પ્રજાએ વિજયનો ચુકાદો આપી ભ્રષ્ટાચારી કોંગે્રસને જાકારો આપ્યો છે. કોંગે્રસની નીતી રીતી હંમેશા ભાગલાવાદી રહી છે. તેને કારણે હિન્દુસ્તાનમાંથી પ્રજાએ જ ઉખેડી ફેંકી છે. કોંગે્રસ હવે ત્રણ રાજયોમાં જ શાસન કરી રહી છે. આવનારી ચુંટણીઓમાં કોંગે્રસના ત્યાં પણ કાંગરા ખરી જશે. આ વિજયોત્સવમા પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, બાવનભાઇ મેતલીયા, વિનુભાઇ પરમાર, વલ્લભભાઇ સેખલિયા, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, કિશોરભાઇ રાઠોડ, ધીરેનભાઇ સંખાવરા, ભાસ્કરભાઇ જશાણી, દશરથસિંહ જાડેજા, ગીરીશભાઇ પરમાર, નીતીનભાઇ સગપરીયા, અરુણભાઇ નિર્મળ, ભરતભાઇ રબારી, સહીતના જીલ્લા તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


Advertisement