પગાર-વધારા અને નોકરીની અન્ય શરતોની માંગણીના સમર્થનમાં બેંક કર્મચારીઓનું આવતીકાલે વિરોધ પ્રદર્શન

16 May 2018 07:13 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.16
ભારત સરકારે આઇબીએને જાન્યુ. ર016માં બેંક કર્મચારીઓના પગાર-વધારાની વાતચીત તાત્કાલીક કરી ર017 નવે.માં જે જુનુ સમાધાન પુરુ થાય છે તેને બદલે નવુ સમાધાનની વાટાઘાટ પુરી કરવા અને નવે. ર017થી અમલ કરવા જણાવેલ હતું. મે-ર017 થી કર્મચારીઓની માંગણીને લઇને આઇબીએ દ્વારા કર્મચારી અને અધિકારીઓના સંગઠન સાથે વાટાઘાટ શરૂ કરી. ઓકટો.ર017 સુધીમા 1પ વખત વાતચીત અંગે બેઠક થયેલ. પરંતુ આઇબીએ તરફથી પગાર વધારા અંગે કોઇ પણ પ્રસ્તાવ કે સૂચન કરવામા આવેલ નહી.
છ મહિના સુધી પ-મે ર018ના રોજ ફરી વાટાઘાટ શરૂ થઇ અને આઇબીએ કર્મચારી/ અધિકારીઓને માર્ચ ર017ના પગાર બીલ પર ર%નો પગાર વધારો સુચવ્યો. 9 કર્મચારી સંગઠનોના બનેલ યુનાઇટેડ ફોરમે આ સૂચન સ્વીકારવાનો સ્પષ્ટ પણે ઇન્કાર કરી બેઠક છોડી દીધેલ હતી. કર્મચારી સંગઠનોએ સરકારના નાણા ખાતાના સચિવને વિષ્ટીકાર બનવા વિનંતી કરેલ પરંતુ તેના કોઇ પ્રવૃતિભાવ નહી મળતા ના છુટકે આંદોલનનો માર્ગ કર્મચારી સંગઠનોએ અપનાવવો પડેલ છે.
કર્મચારીઓની માંગણી છે કે પગાર વધારાનું ત્વરીત સમાધાન કરવુ. પુરતો પગાર વધારો આપી નોકરીની અન્ય શરતોમાં સુધારો કરવો. સ્કેલ 7(સાત) સુધીના અધિકારીઓને માટે ચાલુ પ્રથા મુજબ સંગઠન સાથે વાત કરી સમાધાન કરવુ. યુએફબીયુ તરફથી આઇબીએની માંગણી અંગે જે ઢીલી નીતી છે તેનો વિરોધ કરવો. સરકારની કર્મચારીઓની માંગણી પ્રત્યે બેદરકારી ભરેલ વર્તનની પણ આલોચના કરવામા આવે છે. આઇબીએ જે ર% પગાર વધારાનું સૂચન કરેલ છે તેનો પણ સ્પષ્ટ વિરોધ કરેલ છે. આ કારણોસર કર્મચારી સંગઠનો તા.30-31 મે ના રોજ હડતાલ પર જવાના છે. હડતાલની પુર્વ તૈયારીરૂપે આવતીકાલના રોજ ગુજરાતના દરેક શહેરોમા દેખાવો કરવામા આવશે.
રાજકોટમાં આ દેખાવો બેંક ઓફ ઇન્ડીયા, પરા બજાર ખાતે આવતીકાલના રોજ સાંજે પ.00 કલાકે યોજવામાં આવશે.


Advertisement