કિરીટ જોશી હત્યા પ્રકરણના મુખ્ય ગણાતા આરોપી જયેશએ પોતાને નિર્દોષ ગણાવ્યો

16 May 2018 05:57 PM
Jamnagar

અજાણ્યા નંબર પરથી વિડીયો મોકલી કર્યા અનેક ખુલાસા: હત્યામાં કોઇ હાથ ન હોવાનો દાવો: પોલીસ ખોટી રીતે ફસાવી રહી હોવાનો પણ ઉલ્લેખ

Advertisement

જામનગર તા.16
જામનગરના ખ્યાતનામ વકિલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં મુખ્ય ગણાતા આરોપી જયેશ પટેલે જુદા જુદા વિડીયો મોકલી પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. અને અનેક ખુલાસાઓ પણ કર્યા છે જે પૈકી વિડીયોમાં થયેલ વાતની એક કલીપ અક્ષર સહ અત્રે પ્રસ્તુત કરાઇ છે.
કેવામાં આવે છે કે મોટા ગજાના એડવોકેટ હતા, એમને મારા જામનગર સેસન્સ કોર્ટમાં-હાઇકોર્ટમાં, સુપ્રિમમાં જામીનો રીજેક કરાવી, મને જેલની હવા ખવડાવેલી, તો આ વાત તદ્ન ઉપજાવી કાઢેલ છે. જ્યારે વકીલ કોર્ટની અંદર વકીલાત કરતા હોય ત્યારે કોઇ નાના કે મોટા હોતા નથી. માત્રને માત્ર જે જજ હોય છે એ કયારેય વકીલને એવી દ્રષ્ટિથી નથી જોતા કે આ વકીલ મોટા, આ નાનો છે, તો જે મોટો વકીલ છે તેની વાત સાંભળવી અને નાના વકીલની વાત ન સાંભળવી, એવી કયારેય હોતુ નથી, માત્રને માત્ર જજ તો એ જ જુએ છે કે રજુઆતની અંદર સુ-સુ શું છે? અને એ રજુઆતની સાથે-સાથે એવીડન્સો શું છે, અને એવીડન્સોને આધારે કોર્ટ ન્યાય આપે છે. એવું કયારેય હોતુ નથી. કે નાનો કે મોટો વકીલ, એ તો માણસ પોતાની જાતને ઇગોમાં આવે, એટલુ સમજવા માટે હું મોટો થઇ ગયો પણ એકચયુલી એનુ જ માનવુ હોય, જજ કયારેય એવુ નથી માનતા, વકીલની એક માત્ર વકીલ જ ડેફીનેશન હોય છે. એટલે હું નથી માનતો કે કીરીટભાઇના કારણે મારે ત્રણ કોર્ટમાં જામીન રદ થયા. મને એવું કયાકને કયાક લાગે છે મને ફસાવી દેવામાં આવ્યો છે ખોટી રીતે કે મને આપનુ એવું કેવુ છે મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે એવી શંકા છે. શંકા નહી હકીકતમાં મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આજે હત્યા થઇ છે તે હત્યા પાછળ મારો કોઇ રોલ નથી, હું કોઇ કોન્ડ્રાકટ કીલરને ઓળખતો નથી, મુંબઇથી મારા કોઇ વાયા મીડીયા ઓળખીતા એક વ્યકિતને પોલીસ લાવે છે અને પોલીસ એવુ કહે છે એમને મે 50 લાખ રૂપિયાની સોપારી આપી અને એ માણસને મેં 90 હજાર આપ્યા છે. 90 હજાર લઇને એ માણસ જામનગર આવી એક માણસને મારી નાખે છે એકચયુલી એનુ જ માનવુ હોય, જજ એવું કયારેય માનતા નથી. માત્ર વકીલ તરીકેની ડીફીનેશન હોય છે. એટલે હું નથી માનતો કે કિરીટભાઇના કારણે મારા કોર્ટમાં જામીન રદ થયા હોય જ્યારે અન્ય વિડીયોમાં જયેશે આ હત્યા પાછળ કિરીટ જોશીના પોતાના સંબંધો, વહિવટદારો અને સેટલમેન્ટ જવાબદાર હોય શકે એવો ઉલ્લેખ કરી જયેશે ઇવા પાર્ક વાળી 100 કરોડની જમીનમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલને પણ ચાર પ્લોટ મળ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ઇન્સોર્ટ આ પ્રકરણમાં પોતે પોતાની કયાંય સંડોવણી નહી હોવાનો દાવો કર્યો છે.


Advertisement