રાજયમાં રાઈટ-ટુ ઈન્ફ્રર્મેશન ની અરજીઓ પેન્ડીંગ: માહિતીનો કેમ ઈન્કાર થાય છે?

16 May 2018 05:44 PM
Gujarat

અરજીઓ રીજેકટ થાય છે: આરટીઆઈ એકટીવીસ્ટની હત્યા થાય છે

Advertisement

ગાંધીનગર તા.16
રાજ્ય માં લાંચીયા બાબુઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે .તો બીજી તરફ રાઈટ ટુ ઇફર્મેશન કાયદો અમલી નહિ હોવાનું પુરુવાર થઈ રહ્યું છે. ત્યારે રાઈટ ટુ ઈન્ફ્રર્મેશન કાયદો એ રાજ્ય ના નાગરિક ને પડતી સમશ્યા ઓ દૂર થાય અને તેને સાચી માહિતી મળે તેવા ઉમદા હેતુ થી બનાવાયો છે..પરંતુ આ કાયદો અત્યારે મજાક બની ગયો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં આરટી આઈ ના કુલ 4,024 કેસ હાલ પેન્ડિંગ છે. ત્યારે અત્યાર સુધીમાં જુદા જુદા અંદાજિત 68 કેસોમાં વિભાગીય કાર્યવાહી થઈ છે.જે માં 595 લાખ રકમ દંડ તરીકે વસૂલાઈ છે..તો બીજી તરફ રાજ્યમાં 43 િશિં એક્ટિવિસ્ટ પર હુમલા થયા છે .તે માં અત્યાર સુધી માં સમગ્ર રાજ્યમાં 11 િશિં એક્ટિવિસ્ટોની હત્યા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ના નાગરિક ને કોઈ પણ વિભાગ કે તેને લગતી
માહિતી આપવામાં સરકાર કેમ ખચકાય છે ? તે યક્ષ પ્રશ્ન છે. જો કે આ અંગે મળતી માહિતી અનુસાર દર મહિને અંદાજે 800 થી વધુ અરજીનીઓ ની સુનાવણી થાય છે . જેમાં સરકાર ના અલગ અલગ વિભાગો માં જે આરટીઆઇ કરવા માં આવે છે તેમાં સૌથી વધુ મહેસૂલ વિભાગની આરટીઆઇ અરજી દાખલ થાય છે. મહેસૂલ વિભાગમાં દર વર્ષે 19 ટકા િશિં થાય છે.જ્યારે બીજા નંબરે શહેરી વિકાસ વિભાગ માં 15 ટકા જેટલી થાય છે. આ સાથે શિક્ષણ વિભાગમાં દર વર્ષે 12 ટકા જેટલી આરટીઆઈ થાય છે . જ્યારે ગૃહ વિભાગમાં 8 ટકા જેટલી આરટીઆઈ દર વર્ષે નોંધાય છે.ત્યારે સરકાર માટે આ એક ચિંતા જનક વિષય કહી શકાય. તાજેતરમાં જ ગાંધીનગર ની મુલાકાતે આવેલા સેન્ટર ભજ્ઞળળશતતશજ્ઞક્ષ એ પણ આયોગને આ બાબતે ટકોર કરી હતી. અને માહીતી કમિશન પાસે કેટલી અરજીઓ આવી અને તે પૈકી કેટલી અરજીઓ નો નિકાલ થયો? કેટલી અરજીઓ ના અરજદારો ને સરકારે પ્રત્યુત્તર આપ્યા તેનો રેકોર્ડ માંગ્યો હતો.અને ટકોર પણ કરી હતી કે અરજદારો ને સરકાર માંગેલી માહિતી નો ત્વરિત જવાબ આપી યોગ્ય નિકાલ કરે..તો બીજી તરફ એમ પણ મનાઇ રહ્યું છે કે શું આપણા ગુજરાતનું આર.ટી.આઈ આટલું બધું અઘરું છે ? સરકાર ના વિવિધ વિભાગો માટે કરેલી આર.ટી.આઈ ફરિયાદો રિજેક્ટ કરી શકે ? શું કોઇના દબાણથી સરકારી વિભાગો અને તેમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ માહિતી આપવામાં નન્નેયો ભણે છે? જો માહિતી જ ન મળવાની હોય તો પછી જનતા માટે બનાવાયેલ આ કાયદો શું કામનો?અરજદાર ને માહિતી આપવામાં સરકારી તંત્ર કેમ ખચકાય છે , શુ સરકાર ના ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો આ કારસો છે?તેવા અનેક પ્રશ્નો આજે ઉભા થયા છે.. આર.ટી.આઇ હેઠળ માંગેલી માહિતી માં સરકારે તેમના વિભાગ માં દંડાત્મક કાર્યવાહી નહી કરતી હોવા નું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે એક અંદાજ મુજબ જુદી જુદી થયેલ આરટીઆઇ માં અંદાજિત 9856 અરજીઓ ની માહિતી જુદા જુદા કારણોસર અરજદારો ને આપી નથી. જેના કારણે એવું ચર્ચાઈ રહ્યું છે કે અરજદારો ની અરજીઓ નો જવાબ નહિ આપવા પાછળ
શું કોઇના દબાણથી વિભાગના અધિકારીઓને સજા નથી કરવામાં આવતી? નબળો અધિકાર જનતા માટે શું કામનો ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ તો નથી ને? આવા અનેક સવાલો સરકાર સામે ઉપસ્થિત થઈ રહ્યા છે.. ત્યારે પારદર્શિતા દાવાનો સરકાર નો પરપોટો ફૂટી ગયો હોવાનું મનાઇ રહ્યું છે. લોકોને માહિતી થી વંચીત રાખવા માં આવી રહ્યા છે.. અને સરકાર નો આર.ટી.આઇ વિભાગ નાગરિકોને નકારી કાઢે છે.ત્યારે અધિકારીઓનું રદય પરિવર્તન પણ જરૂરી છે તેવું નાગરિકો નું માનવું છે..આજે અરજદારો ને માહિતી નહિ મળવા ના કારણે સમસ્યા મોટી બની ગઈ છે.તો બીજી તરફ સરકાર ના કેટલાક વિભાગો અને તેમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારી ઓ એ આ કાયદાની મજાક બનાવ્યું છે..ત્યારે સત્તા મજબૂત રહે અને અધિકારીઓ પાસે જવાબ મળશે તેવી લોકોની અપેક્ષા છેએક બાજુ સરકાર એમ કહે છે કે તમને કંઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી શકો છો. તો બીજી તરફ કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે રાજ્ય ના વર્તમાન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન ની છબિ ને વધુ ઉજાગર કરતા તાજેતરમાં જ એક ઉચ્ચ અધિકારી શહેરી વિકાસ વિભાગમાં નગર નિયોજક તરીકે ફરજ બજાવતા આશુતોષ પન્ડયા ને તેમની સામે ની નાણાકીય ગેર રીતિઓ અને અમદાવાદ ની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમ માં ભ્રષ્ટાચાર ની ફરિયાદો ની તપાસ માં તથ્યો જણાતા આશુતોષ પન્ડયા ને સરકારી સેવામાંથી કાયમ માટે ગેરલાયક ઠરે તે રીતે બરતરફ કર્યા છે. મુખ્યમંત્રી ના આ નિર્ણય થી રાજ્ય સેવામાં પારદર્શિતા ની જન અનુભૂતિ થઇ છે. ત્યારે આગામી દિવસો માં અન્ય વિભાગો અને તેમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ ઉપર પણ સીંકજો કસવા માં આવે તો નવાઈ નહી.... એટલેજ હવે સરકારી બાબુઓ એ સાબદા બની પ્રજા ની સેવા માં લાગુ થઈ જવું પડશે તેમ મનાઇ રહ્યું છે..


Advertisement