વિસાવદરમાં પોલીસ દમનનો ભોગ બનેલી યુવતિનો ઝેર ખાઈ આપઘાત: લાશ સંભાળવાનો પરિવારનો ઈન્કાર

16 May 2018 05:22 PM
Junagadh

બનાવના પગલે વિસાવદરમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા: બે ફોજદાર સહિત ચાર સામે ફરિયાદ પિતાને છોડાવવા વચ્ચે પડેલ પુત્રીને પોલીસે ફટકારતા

Advertisement

જુનાગઢ તા.16
ગઈકાલે વિસાવદર ખાતેના જુના બસ સ્ટેશન ચોકમાં છોટાહાથી વાહનને ટ્રાફીક વચ્ચે રાખતા પોલીસે વાહન ડીટેઈન કરી વાહન ચાલક રજાક મોદીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારતા વચ્ચે પડેલી પુત્રી આશીયા (ઉ.19) ને પણ બે પીએસઆઈ બે મહિલા પોલીસે બેફામ માર મારતા યુવતીએ ઘરે આવી ઝેર ગટગટાવી લેતા પ્રથમ વિસાવદર ત્યાંથી જુનાગઢ સરકારી હોસ્પીટલમાં લઈ આવતા જયાં તેણીએ અંતીમ શ્ર્વાસ લીધા હતા. લાશના પીએમ બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી ન્યાયની માંગણી કરી છે. બનાવને પગલે વિસાવદરમાં તનાવભરી સ્થિતિ સર્જાઈ છે.
આ બનાવમાં યુવતી આશીયાએ તેના ડીડી મરણોતર નિવેદનમાં પોલીસના મારના કારણે આ હાલત થઈ હોવાનું લખાવતા જુનાગઢ મેંદરડા બીલખા જુદી જુદી બ્રાન્ચની પોલીસને તેનાત કરી દેવામાં આવી છે. ગઈકાલે બપોરના સાડા બાર એકના સુમારે રજાકભાઈ મોદીને તેના છોટાહાથીને જુના બસ સ્ટેશન ચોકમાં પાર્ક કરેલ ત્યારે ત્યાં પહોંચેલા પીએસઆઈ પરમારે વાહનને ડીટેઈન કરી રજાકભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા તે વાતની જાણ પુત્રી આશીયાને થતા તે પોલીસ સ્ટેશને પહોંચી હતી ત્યારે પીએસઆઈ પરમાર પીએસઆઈ આર.કે. સાનીયા તેના પિતાને ઢોર માર મારતા હતા તેતી પિતાને છોડાવવા વચ્ચે પડેલી આશીયાને પણ આ બન્ને પીએસઆઈ અને બે મહિલા પોલીસે તેણીને બેરહેમ માર મારતા હતપ્રભ થયેલી આશીયાબેને ઘરે આવી ઝેર ગટગટાવી લીધું હતું. તાત્કાલીક વિસાવદર ત્યાંથી જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં લઈ આવતા જયાં તેણીએ તેનું મરણોન્મુખ નિવેદન લેતા તમામ હકીકત જણાવી પોતાને પીએસઆઈ પરમાર પીએસઆઈ આર.કે. સોનીયા બે મહિલા કોન્સ્ટેબલોએ ઢોર માર મારતા આ પગલું ભર્યાનું જણાવતા બાદ તેણીનું મોત નોંધાયુ હતું. પોલીસે કરેલા દમનમાં શહેરમાં ઘેરા પડઘા પડતા જુનાગઢ એસ.પી.ને જાણ થતા તાત્કાલીક જુનાગઢ ક્રાઈમ બ્રાંચ એસઓજી બીલખા મેંદરડા સહિત પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા. આશીયા બહેને બપોરના દોઢ વાગ્યે ઘરે આવી ઝેર પી લેતા પરીવારજનો અને પડોશીઓએ તાત્કાલીક વિસાવદર દવાખાને લઈ ગયા બાદ જુનાગઢ ખસેડવામાં આવેલ પરંતુ પિતાને છોડાવવા વચ્ચે પડેલી દિકરીને લાગી આવતા ઝેર પી પોતાની જાનનું બલીદાન આપી દેતા ચોતરફ રોષ ફાટી નીકળ્યો છે.


Advertisement