93નાં બોમ્બ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ ફારૂક દેવડીવાળા ઝડપાયો

16 May 2018 04:56 PM
Gujarat
  • 93નાં બોમ્બ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ ફારૂક દેવડીવાળા ઝડપાયો

ફારૂક સામે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ થતા દુબઈથી ધરપકડ: આરડીએકસ લાવવામાં ફારૂકની મુખ્ય ભૂમિકા હતી: ભારત લાવવા તજવીજ

Advertisement

અમદાવાદ તા.16
1993માં બોમ્બ બ્લાસ્ટનાં ગુનામાં સંડોવાયેલ અને મોસ્ટ વોન્ટેડ ફારૂક અબ્દુલ્લા દેવડીવાલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે.
મોસ્ટ વોન્ટેડ આરોપી ફારૂક અબ્દુલ્લા દેવડીવાલા 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ નાસતો ફરતો હતો. તેની સામે રેડ કોર્નર નોટીસ પણ કાઢવામાં આવી હતી. જેના પગલે ફારૂકને દુબઈથી ઝડપી લેવામાં
આવ્યો છે.
ઝડપાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી ફારૂક અબ્દુલ્લા દેવડીવાલા દાઉસ માટે કામ કરતો હતો તેની વિરૂધ્ધ આરડીએકસ હુમલો કરવાના કાવત્રા સાથે દિલ્હી મુંબઈમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. સાથોસાથ તે દેશના કેટલાક ભાગમાં આતંકી પ્રવૃતિની તાલીમ આપતો હોવાનો આરોપ હતો.
1993માં દેશમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં આરડીએકસ લાવનાર ફારૂક સામે 2002માં ગુનો નોંધાયો હતો. દિલ્હી, સુરત, મુંબઈના અનેક ગુનાઓમાં ફારૂકની સંડોવણી ખુલી હતી. ફારૂક દેવડીવાલા ફરાર હોવાથી તેની સામે રેડ કોર્નર નોટીસ પણ ઈસ્યુ થઈ હતી. આખરે મોસ્ટ વોન્ટેડ ફારૂક અબ્દુલ્લા દેવડીવાલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ તેને ભારત લાવવાની તજવીજ શરૂ હોવાનું જાણવા મળેલ છે.


Advertisement