શ્રીદેવી વગર મિસ્ટર ઈન્ડિયા-2 ? શક્ય નથી

16 May 2018 03:45 PM
Entertainment
  • શ્રીદેવી વગર મિસ્ટર ઈન્ડિયા-2 ? શક્ય નથી

Advertisement

શ્રીદેવીના મૃત્યુના કારણે 'મિસ્ટર ઈન્ડિયા-ર'ને પડતી મુકવામાં અાવી છે. 'મિસ્ટર ઈન્ડિયા'ની સીકવલ બનાવવામાં અાવશે અને બોની કપૂર અને અનિલ કપૂર દ્વારા જાહેરાત કરવામાં અાવી હતી. અા જાહેરાત દરમ્યાન શ્રીદેવી પણ ત્યાં હાજર હતી. જોકે શ્રીદેવીનું મૃત્યુ થતાં અા ફિલ્મને પડતી મુકવામાં અાવી છે. 'મિસ્ટર ઈન્ડિયા'માં અનિલ કપૂર, શ્રીદેવી અને અમરીશ પુરીઅે મહત્વનું પાત્ર ભજવ્યું હતું. શ્રીદેવી વગર 'મિસ્ટર ઇન્ડિયા-ર' શકય નથી અે જગજાહેર છે. અા વિશે 'મિસ્ટર ઈન્ડિયા'ના ડિરેકટર શેખર કપુરને પુછતા તેમણે કહયું હતું કે 'મને નથી ખબર કે અા પ્રોજેકટનું શું સ્ટેટસ છે અને બોનીનો શું પ્લાન છે. હું અા સીકવલને પહેલેથી જ ડિરેકટ નહોતો કરવાનો. જોેકે હવે શ્રીદેવી ન હોવાથી અા સવાલ જ નથી અાવતો.


Advertisement