હોલીવુડ સામે બોલીવુડના વળતાં પાણી: બોકસ ઓફીસ કલેકશનમાં જબરો વધારો

16 May 2018 03:42 PM
Entertainment
  • હોલીવુડ સામે બોલીવુડના વળતાં પાણી: બોકસ ઓફીસ કલેકશનમાં જબરો વધારો

દસકાઓથી ભારતીયોને હિન્દી ફીલ્મોનું ઘેલુ છે. અલબત, બંગાળી, તામીલ, તેલુગુ, મલયાલમ તથા મરાઠી ફીલ્મો કલાકૃતિની દ્રષ્ટીએ અને નવા, વણખેડાયેલા થીમ પર નામના મેળવતી રહી છે. છેલ્લા દસકામાં સાઉથની ફીલ્મો હાવી થઈ છે. હિન્દી વૃતાંત તમામ દ્રષ્ટીએ ઓરીજીનાલીટી જાળવી શકયા છે. હવે એથી આગળ વધી હોલીવુડ ફીલ્મોનો દેશી અવતાર લોકપ્રિય થઈ રહ્યો છે.

Advertisement

બોલીવુડ સામે અત્યાર સુધી કોઈ સ્પર્ધા નહોતી. સારી સ્ક્રીપ્ટ અને અવ્વલ દરજજાના કલાકારો હોય તો ફિલ્મ ચાલી જતી એ પછી ભવ્ય શુટીંગનું પરિબળ ઉમેરાયું હતું. પટકથા નબળી હોય તો પણ ચકાચોંધ લોકેશન અથવા સેટ એની ખોટ પુરી દેતા. નાના અને મોટા બન્ને બજેટોમાંથી ફીલ્મો ચાલી છે.
કયારેક તો કશુંય નોંધપાત્ર ન હોવા છતાં ફીલ્મ હીટ થઈ હોવાના દાખલા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હોલીવુડના દેશી વર્ઝનનો ક્રેઝ ઉભો થયો છે. અવેન્જર્સે આંખો ફાટી જાય એવી કમાણી કરી છે. ચાલુ વર્ષે પણ આવી અનેક ફ્રેન્ચાઈઝી રિલીઝ થનાર છે. એ સામે હવે પછી આવનારી હિન્દી ફીલ્મો દમદાર જણાતી નથી.
અનુભવ દર્શાવે છે કે હોલીવુડની સ્પેકટેકલ-કમ-એપીડ સ્ટ્રકચરવાળી ફિલ્મોનો એક વફાદાર વર્ગ ઉભો થયો છે. એરેન્જર્સ: ઈનફીનીટી વોર’ એ અસાધારણ દેખાવ કર્યો છે. બોકસ ઓફીસ પર આ ફિલ્મે 200 કરોડનું કલેકશન નોંધાવ્યું છે.
આઈનોકસ લેઝરના સીઈઓ આલોક ટંડન કહે છે. ભારતીયોમાં હોલીવુડ ફિલ્મોની ભારે ભૂખ છે. ‘ધ ફેઈટ ઓફ ધ ફયુરિયસ, જુરાસિક વર્લ્ડ અથવા તાજેતરની એરેન્જર્સ જેવી ફીલ્મોએ મોટો વકરો કર્યો છે. એ પુરવાર કરે છે કે હોલીવુડ ફિલ્મોનું માર્કેટ વધી રહ્યું છે. ગત વર્ષે પણ હોલીવુડ ફિલ્મોનો દેખાવ સારો રહ્યો હતો, અને ચાલુ વર્ષે પણ બ્લેક પેન્થર અને અવેન્જર્સે અસાધારણ પ્રદર્શન કર્યું છે. વાસ્તવમાં, દેશમાં રિલીઝ થયેલી બોલીવુડની ફિલ્મોમાં અવેન્જર્સ એડવાન્સ બુકીંગના આજ સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્ટાર વોર્સ એન્થોલોજી, જુરાસીક વર્લ્ડ, મિશન ઈમ્પોસીબલ- ફોલઆઉટ, મોગલી અને ટ્રાર્ન્સફોર્મસ પણ રેકોર્ડ હાઈ બોકસ ઓફીસ કલેકશન કરે તેવો સંભવ છે. આવી ફીલ્મો તો સિકવલ છે અથવા ફ્રેન્ચાઈસ.
ઓર્મેકસ મેીડિયા નામની ફિલ્મ જગત વિષેની કંપનીના સીઈઓ શૈલેષકપુર કરે છે: દર્શકોની નજરે ચકાચોંધ કરનારી ફિલ્મો અનોખો લ્હાવો છે.
તમે સ્માર્ટફોન અથવા હોમ થિયેટર પર એ પુરી રીતે ચાલી ન શકે, અંધારા થિયેટરમાં જોઈને જ એનો આનંદ આવે, વળી, સ્તબ્ધ કરી મુકે એવી ફિલ્મો પુરા પરિવારને ખેંચી લાવતી હોવાથી કલેકશન વધે છે. તેમના દાવા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં હોલીવુડ ફીલ્મોનું હિન્દી ફીલ્મો કરતાં ખુલતા વિકેન્ડ પર કલેકશન વધુ રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી હિન્દી ફિલ્મો જોવા આવતા દર્શકોની સંખ્યા લગભગ સ્થિર રહી છે, અને કલેકશન પણ વધતું નથી, ઓર્મેકસ ઈન્ડીયાના વિશ્ર્લેષણ મુજબ 2017માં હિન્દી ફિલ્મોનું બોકસ ઓફીસ કલેકશન 9.1% ઘટી 2525 કરોડ થયું છે. વાસ્તવમાં 2017નું કલેકશન છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટું છે. બીજી બાજુ, હોલીવુડ ફિલ્મોનું કલેકશન 2016માં રૂા.375 કરોડ હતું તે 2017માં વધી રૂા.801 કરોડ થયું છે.
વર્ષના બાકીના ભાગમાં ફિલ્મો આવી રહી છે એ જોતાં હોલીવુડ ફીલ્મોનું કલેકશન 2018માં 1000 કરોડના આંકને પાર જશે.

ગ્રોથ સ્ટોરી
2016ની સરખામણીએ 2017માં હિન્દી ફિલ્મોનું કલેકશન 9.1% ઘટી રૂા.2525 કરોડ થયું
હોલીવુડ ફિલ્મોનું કલેકશન 2013માં રૂા.675 કરોડ હતું તે સતત વધી 2017માં રૂા.801 કરોડ થયું છે.
              ભારતમાં રજુ થનારી હોલીવુડ ફિલ્મોની અપેક્ષિત રિલીઝ


Advertisement