લાલપુરના બુટાવદર તથા ગૌરાણા ગામે સંતવાણી-લોકડાયરો

16 May 2018 03:28 PM
Jamnagar
Advertisement

લાલપુર તા.16
લાલપુર મોટી પાનેલી બુટાવદર ગામે નરસિંહ ઉત્સવ નિમિતે તા.17ના ગુરૂવારે રાત્રે 10 વાગ્યે સંતવાણી લોકડાયરો રાખેલ છે. જેમાં રેડીયો ટી.વી. કલાકાર બાબુભાઈ પંડયા, અતુલભાઈ નૈયા, લતાબેન જોષી, અનિલ બારોટ, સાહીલ મીર, પંકજ તથા જાહિદભાઈ ચુડાસમા તેમજ મુન્ના બાપુ સંતવાણીમાં ભાગ લેશે.
સંતવાણી
લાલપુરના ગૌરાણા ગામે વાછરડાડાના મંદિરે તા.18ના શુક્રવારે રાત્રે 10 વાગ્યે જામરાવલ ગૌરાણા ગામે લોક ડાયરાનું આયોજન કરેલ છે. જેમાં કલાકારો અશોકભાઈ બારોટ, કિશ્ર્નાબેન સિંગરખીયા, અનિલભાઈ બારોટ, પંકજભાઈ તથા જગદીશભાઈ ચુડાસમા લાલમ વારા તથા કલ્પેશભાઈ સંતવાણીમાં ભાગ લેશે.


Advertisement