મોરબીમાં સ્વ.મહિપતસિંહ ઝાલાની પુણ્યસ્મૃતિમાં કાલે છાશ વિતરણ

16 May 2018 03:28 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.16
મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા સ્વ.મહિપતસિંહજી દાદુભા ઝાલાની પુણ્યસ્મૃતિએ મહારાણા સર્કલ ખાતે કાલ તા.17 ને ગુરુવારના રોજ છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ.મહિપતસિંહજી દાદુભા ઝાલા(શકિત મેડીકલ ગૃપ)ની પુણ્યસ્મૃતિમાં ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા મોરબીના બીજી વખત છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ મેડિકલ સામે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે કાલ તા.17 ને ગુરુવારના રોજ સવારે 10:30 થી બપોરે 3 સુધી કેમ્પ યોજાનાર છે.કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી,સેક્રેટરી ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા, ચંદ્રિકાબેન પલાણ, રમણભાઈ મહેતા અને ભાજપ આગેવાન મેઘરાજસિંહ ઝાલા પરીવાર જહેમત ઉઠાવી રહ્યા છે.


Advertisement