પાટડી ખાતે ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા ર૦મો સમુહલગ્ન પ્રસંગ યોજાયો

16 May 2018 03:27 PM
Surendaranagar
  • પાટડી ખાતે ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા ર૦મો સમુહલગ્ન પ્રસંગ યોજાયો

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬ ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ર૦મો સમુહ લગ્ન પ્રસંગ યોજાયો હતો. સંસ્થા સમિતિમાં દસાડા માંડલ અને વિરમગામ ત્રણ તાલુકાના ગોળ પરગણાંના અાગેવાનો દ્વારા ૧૯૮૮થી સમુહલગ્ન પ્રથા અમલમાં છે. 'શિક્ષણ યુકત સમાજ વ્યસન મુકત સમાજ'ની નેમ ડો. વશરામ પરમાર, જી.અેલ.મકવાણા, કનુભાઈ પરમાર, સ્થાપક સભ્યો અને ટીમ વકૅમાં દર વષેૅ નવા પ્રમુખ મંત્રી હોદેદારો વરણી કરી ર૦મો સમુહલગ્ન પ્રસંગ યોજવામાં અાવ્યો હતો. જગદીશભાઈ પરમાર, સી.કે.પરમાર, રઘુભાઈ રાઠોડ, મહાદેવભાઈ, હીરાલાલ સોલંકી, વિરાભાઈ તથા ભીખાલાલ, અેલ.ડી.વણકર, અાર.ટી.મકવાણા, હીરાલાલ તથા ડી.કે.મકવાણા, જગદીશભાઈ ર૦માં સમુહલગ્ન પ્રસંગે પ્રમુખ વી.અેચ.મકવાણા, પ્રો.શશીકાંત અને ડી.કે.મકવાણા, પ્રવિણ વાણીયા, કિશોર વાઘેલા, ઈશ્ર્વરભાઈ તથા સોમભાઈ જાદવ, સ્વ. સાવજીભાઈ જેતપુર અને ગાંધીધામ, અમદાવાદ વસવાટ કરતાં સમાજબંધુજનો અને વિશાળ ટીમ વકૅ કરનારા સમિતિના સહયોગી અને કારોબારી સભ્યો દ્વારા જબરદસ્ત નેટવકૅ કરીને ર૦મો સમુહ લગ્નમાં ર૬ નવદંપતિઅોઅે ભાગ લીધો હતો. ૧૧ સોનાના ૧૧ ચાંદીના દાગીના અને સેટી પલંગ કુલ મળી ૧ર૮ વસ્તુઅો અને પ કરતાં વસ્તુઅો વણ લખી મળવાથી કરીયાવર તમામ દિકરીયુંને મળેલ છે. વણકર સમાજ વાડી ટ્રસ્ટ પાટડી ખાતે પ્રસંગનું અાયોજન ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ યુવા વિકાસ પરિષદ ખારાપાટ વણકર સમાજ નાત અને વાડી ટ્રસ્ટના સહયોગ દ્વારા ચાલતી સમુહ લગ્ન પ્રણાલીકા સમગ્ર સમાજમાં અાવકાર દાયક બનેલ છે. ૧૯૮૮થી અવિરત કાયૅરત સમુહલગ્ન સમિતિમાં વિશાળ સંખ્યામાં યુવા વગૅ અને સમાજ બંધુજનો નોકરીયાત વગૅ નિવૃત થયેલ સમાજ બંધુજનો સમુહલગ્ન પ્રસંગ સફળ બનાવવા કાયૅરત રહે છે. વી.અેચ.મકવાણા, ડી.કે.મકવાણા, શશીકાંતભાઈની અાગેવાની હેઠળ સંસ્થાના મુખ્ય સલાહકારો સ્થાપક સભ્યો દાતાઅો યુવાનો પરિષદ અને વાડી ટ્રસ્ટ ખારાપાટ વણકર સમાજ વાડીમાં ર૦મો સમુહલગ્ન પ્રસંગ યોજેલ હતો. ૪૧પ દીકરીયું પીઠી પાનેતર મીંઢળ મોડીયા અને ચોરી ફેરા લગ્ન કરાવવા કન્યાદાન કરવાનો લ્હાવો મેળવી ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિનું કામ સમાજમાં સ્વીકાયૅ અને અાવકારદાયક બનેલ છે. સમુહલગ્ન પ્રસંગે મદદરૂપ થનાર તમામનો દાતાઅો અને વરરુકન્યાના મારુબાપ યુવા વગૅ તથા સમગ્ર સમાજનો સમુહ લગ્ન સમિતિ અાભાર માનેલ હતો. કન્યાઅોને ૧૩૦ કરતા વધારે ચીજવસ્તુ અને સોનારુચાંદીના દાગીના, તિજોરી, સેટી, ગાદલુ, રજાઈ, જવેલરી બોકસ, મુખવાસ બોકસ, વિંઝણો, સુટકેસ, ઉપકરણી(ખેશ), ચંુદડી અને રસોડાને લગત તમામ ચીજવસ્તુ સાથે સામૈયુ અને કળશ પાનેતર અને તાંબાના થાળ કાંસાની થાળી, સ્ટીલના બેડા, કુકર અને ડો. અાંબેડકરના ફોટા વીર મેઘમાયા દેવની તસ્વીર, ગીતા પુસ્તક વિગેરે કરીયાવર અાપીને ર૦મો સમુહલગ્ન પ્રસંગ યોજાયો હતો.


Advertisement