ધ્રાંગધ્રા બાયપાસ પરથી પકડાયેલી પાણી ચોરી તપાસમાં ભીનુ સંકેલવાની આશંકા!

16 May 2018 03:24 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રા બાયપાસ પરથી પકડાયેલી પાણી ચોરી તપાસમાં ભીનુ સંકેલવાની આશંકા!

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા)
વઢવાણ તા.16
ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર આવેલી કલ્પના ચોકડી પાસેથી નર્મદા કેનાલની પાઈપલાઈન દ્વારા ધ્રાંગધ્રાના મિલેટ્રી સ્ટેશનમાં પાણી પહોંચાડવાની સુવિધા કરાઈ હતી. જે પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરીના બનાવો અગાઉ પણ બની ચૂકયા છે ત્યારે કેટલાક બનાવોની ફરિયાદો બાદ ધ્રાંગધ્રા બાયપાસ પાસેથી નુર આઈસ ફેકટરીના સંચાલક દ્વારા પાણી ચોરી કરાતું હોવાનું બહાર આવ્યું હતું.જેમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે આવેલી કલ્પના ચોકડી પાસેથી મિલેટ્રી સ્ટેશન સુધી પાણી પહોંચાડવા માટેની સુવિધા કરાઈ છે જે પાઈપલાઈન નર્મદા કેનાલમાંથી નીકળી મિલેટ્રી સ્ટેશન સુધી લંબાવાઈ હતી. જયારે, આ પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પોતાની પ્રાઈવેટ પાઈપ ફીટ કરી બાયપાસ પાસે આવેલી નુર આઈસ ફેકટરીના સંચાલક દ્વારા આ પાણી ચોરી કરતી હોવાની ફરિયાદ કરાઈ હતી જેથી પાણી પુરવઠા શાખા દ્વારા કલાકોના ગલ્લા-તલ્લા બાદ ઉચ્ચ સ્તરે રજુઆત કરતા પુરવઠાના એન્જી. દ્વારા તાત્કાલીક ધોરણે તપાસ હાથ ધરતા ખરેખર પાણી ચોરી થતી હોવાની વાત સામે આવી હતી. નુર આઈસ નામની આ ફેકટરી દ્વારા પાણી ચોરીની બાબત સામે આવતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલીક તાલુકા પોલીસ તથા ડે.કલેકટરને જાણ કરી હતી જેમાં પાણી ગેરકાયદેસર જોડાણ કરી પાણી ચોરીની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.જો કે હજુ પણ કેટલાક મોટા પાણીચોરીના કૌભાંડો ખુલે તેવી આશંકા સેવાઈ રહી છે. પરંતુ પુરવઠા તંત્ર દ્વારા માત્ર એક સ્થળે તપાસ બાદ નામઠામ વિના કાર્યવાહી કરી ભીનુ સંકેલવાનો પ્રયાસ થયો હોવાની શંકા પણ ઉદભવી છે.


Advertisement