જીલ્લા વિજીલન્સ કમીટી અને ખાસ અંગભૂત યોજના અમલીકરણ સમીતીની બેઠક મળી

16 May 2018 03:23 PM
Surendaranagar

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા)
વઢવાણ તા.16
જીલ્લા કલેકટર ડી.ડી.ઓ. શ્રી 60 દસાડા એમએલએ નૌશાદભાઈ સોલંકી અને વિવિધ કચેરીઓના અધિકારીગણ તેમજ બિનસરકારી સભ્યો જી.એલ.મકવાણા, પી.કે.પરમાર, મોહનભાઈ ડોશીયા, દીનાબેન ડોશીયા, રમેશ મકવાણા, સુરેશ ધરજીયા, ગુણવંતભાઈ વાઘેલાની હાજરીમાં જીલ્લા વિજીલન્સ કમીટી અને ખાસ અંગભૂત યોજના અમલીકરણ સમીતીની બઠક મળી હતી.
આ મીટીંગમાં અનુજાતિને લગત યોજનાઓની ખાસ અમલવારી કરવા કરાવવા આવશ્યક રજુઆત અને ધારાસભ્ય એ ખૂબ જ છણાવટભર્યા પ્રશ્ર્નો અને વિગતો રજુ કરીને સતત બે કલાક જેટલો સમય બન્ને મીટીંગમાં લેવાયો હતો.
એટીવીટી (અ.જા.) ગ્રાન્ટનો દુરઉપયોગ ન થાય તેમજ બાંધકામ વિભાગ દ્વારા અનુજાતિ વિસ્તારના રોડ રસ્તાના કામો પીવાના પાણીની સમસ્યા ઉકેલ પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં એમએલએ નૌશાદભાઈ, જી.એલ.મકવાણા, મોહનભાઈ ડોસીયા, પી.કે.પરમારને ચર્ચામાં ભાગ લઈ બન્ને મીટીંગમાં આવશ્યક બાબતે રજુઆત કરેલ હતી.


Advertisement