મેડીકલ કોલેજમાં એટીકેટીનું કૌભાંડ? છતાં ગુજરાતનો વિકાસ?

16 May 2018 03:23 PM
Surendaranagar
Advertisement

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.16
માનવ જીવનમાં ડોકટરને માણસો ભગવાન પછીનો દરજ્જો આપે છે. ત્યારે ધનવાન કુંટુંબના બિરાઓને મેડીકલ અભ્યાસમાં એસટીકેટી સોલ કરવા કરાવવાના કાવા દાવા અને બીજી બાબતોમાં રમાતી મેલી રમત? કયા પ્રકારનો વિકાસ, મેડીકલ ડિગ્રીમાં ધાલમેલ કરવા કરાવવામાં સુરેન્દ્રનગર જિલ્લાની મેડીકલ કોલેજ આવા ભવાડા?
ગરીબ મઘ્યમવર્ગના વિદ્યાર્થીને ડોકટર થવા અભરખા પૂરા કરવાના સ્વપ્ન પૂરા કરવા ગુજરાતમાં સાચી દીશા કયાં? મુખ્યમંત્રી પાવરફૂલ છે પણ વહિવટમાં ટીમ સાવ નબળી?
માત્ર 300 મતથી ચૂંટણી જીતનાર ચુડાસમા સાહેબ લાજવાને બદલે ગાજી રહ્યા છે. પીઢ નેતા આગેવાનને ન શોભે તેવું કામ કાજ શિક્ષણમાં જોવા જાણવા મળવામાં છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અજર-ગજબના ખેલ? ડિગ્રીના દાખડા અને દેખાડા? જો તપાસ કરવામાં આવે તો આખી યુનિવર્સિટી ડીગ્રી આપવા અપાવવામાં વામણી પુરવાર થવામાં છે?
એલએલબી ડીગ્રી કોર્ષ અને મેડીકલ કોલેજના ભવાડા જયાં ડિગ્રી વિનાના ડોકટરો પેદા થાય છે અને હવે કયાં જઇને અટકશે?
શિક્ષણ જગતને અવળા આંટે અને ખોટા પાટે ચડાવવામાં ગુજરાતનો શિક્ષણ વિભાગ વામણો પુરવાર થઇ રહ્યો છે અને ગુજરાતભરની પ્રજામાં ખુલ્લી ચર્ચા થવામાં છે કે શરૂઆત કરનાર આનંદીબેન અને બીજા નંબરે રમણલાલ આ બંનેનો સભયમાં શિક્ષણ નંદવાયુ હવે તો શિક્ષણમંત્રીનાં રાજમાં એકલું નાટક? પ્રજા સમજી જ નથી શકતી કે શિક્ષણમાં ફરી અને નિયમન વળી કેવા? ખુદ સરકાર ચલાવવા વાળા ખાનગી શાળા કોલેજ વાળાને સરન્ડર થઇ રહ્યા છે.
ગુજરાતમાં પ્રા.શિક્ષણથી લઇને ઉચ્ચતર શિક્ષણ કોલેજો અને મેડીકલ વિભાગોમાં અવનવા વિવાદને કારણે શિક્ષણ કલંકીત બની રહ્યું છે. એસસી, એસટી, ઓબીસી વર્ગને સ્કોલરશીપ મળવામાં અવનવા વિવાદનું સર્જન થવામાં છે.
શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ અને અવનવા ફંકશન કરી શિક્ષણને અવરોધવાનું જ કામ થવામાં છે હવે પ્રજા વિરોધ કરવાનું શરૂ કરેલ છે. શિક્ષકો અદલી બદલીમાં ચકારાવે ચડયા છે અને પતિ પત્નીનો હક્ક અશંકાર હોવા છતાં 20 વરસે પણ અ ેક સ્થળે ભેગા કરવાનું કામ શિક્ષણ વડી કચેરી વાળા કરતા જ નથી?
સરકારી શાળાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે અને પ્રા.શિક્ષણ જયાં શાળાના ઓરડાની ઘટ છે. નાનકડા ગામડાઓમાં સરકારી પ્રા.શાળા હોવા છતાં ખાનગી શાળાઓ મંજૂર કરવામાં આવી રહ્યું છે.
વર્ગ શિક્ષકોની ઘટ શાળા ઓરડાની ઘટ અને પ્રા.શિક્ષણ સાવ નબળું બનતા ગરીબ અને મઘ્યમવર્ગના સંતાનો અભ્યાસ ન મળતા અંતે મજૂરી કામ કરવા જેવા જ રહે છે. ખાનગી શાળા વાળાઓ ફી ખંખેરવામાં પીછેહઠ કરતા નથી. સરકારનું કંઇ ચાલતું જ નથી? અને હવે તો બોગસ ડિગ્રીવાળા વકીલ ડોકટરો અને એટીકેટી સોલ કરવા કરાવવાના સોદા? છતાં વિકાસની ગાથા જ ગાવાનું કામ.


Advertisement