ભાયાવદર ગામની સીમમાં જુગાર દરોડો 74 હજારના મુદ્દામાલ સાથે 4 પંટરો ઝડપાયા

16 May 2018 03:18 PM
Junagadh

ઉપલેટા-ભાડલામાં વરલીનો જુગાર રમતા 2 શખ્શો ઝડપાયા

Advertisement

રાજકોટ તા.16
ગઈકાલે ભાયાવદર પોલીસે સીમમાં ખેલાતા જુગાર પર દરોડો પડી 4 શખ્શોને રોકડ રૂપિયા 10220/- સહીત કુલ રૂપિયા 74 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ ભાયાવદરની સીમમાં તરઘડીયા હનુમાનજીના મંદિર અને બચું હાજા કરોતારાની વાડી નજીક મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે ભાયાવદર પોલીસ બાતમીવાળી જગ્યાએ ત્રાટકતા ત્યાંથી હારજીતનો જુગાર રમતા 4 શખ્શો પકડાઈ ગયા હતા. જેમાં બચું હાજા કરોતારા, સેજા કમાં ખાંભલા, શરીફ સુમાર સંધી તથા પ્રફુલ કાંતિ જાવિયાનો સમાવેશ થાય છે.
પોલીસે આ તમામ પાસેથી રોકડ રૂપિયા 10220/- તેમજ 4 મોબાઈલ અને 3 મોટર સાયકલ મળી કુલ રૂપિયા 74000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપલેટા-ભાડલામાં વરલીનો જુગાર
ગઈકાલે ભાડલા પોલીસે ભંડારિયા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હારુન અલી જાંબુડીયાને વરલી ફીચારના આંકડા લખી નશીબ આધારિત હારજીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 3250/- સહીત કુલ રૂપિયા 5252/-ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. તો ઉપલેટા પોલીસે પંચહાટડી ધોરાજી દરવાજા પાસેથી ગુલામશા જાફરશા શેખને વરલી ફિચારના આંકડા લેતા રોકડ 2 હજાર તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 2550/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.


Advertisement