વીરપુર(જલારામ)મંદિરમાંથી ચાંદીના છતર ચોરનાર વડાલના બે શખ્શો સામે ગુનો નોંધાયો

16 May 2018 03:18 PM
Gondal
Advertisement

રાજકોટ તા.16
આજથી દોઢ વર્ષ પહેલા જેતપુર તાલુકાના વીરપુર(જલારામ)ના એક ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર ચોરી જનાર જુનાગઢ જીલ્લાના વડાલ ગામના બે શખ્શો સામે વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના વીરપુર(જલારામ)માં ગાજીપરા જ્ઞાતિના કુળદેવી એવા શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાંથી રૂપિયા 3500/- ના 700 ગ્રામ ચાંદીના છતર ચોરાયા હતા.
દોઢ વરસ પહેલાના આ બનાવમાં વડાલના બે શખ્શોનો હાથ હોવાની વિગતોના આધારે પોપટભાઈ અરજણભાઈ ગાજીપરા(વીરપુર)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપીઓ તરીકે ભરત કાપડિયા તથા લાલજી દોમડીયાના નામો આપતા વીરપુર પોલીસના પ્રેમજીભાઈ રેવરે ઉપરોક્ત બને શખ્શોને પકડવા કવાયત આદરી છે.


Advertisement