ગ્રીન સીટી ગાંધીનગરમાં ‘ઓરેન્જ એલર્ટ’ : સુરેન્દ્રનગર ફરી સૌથી ગરમ શહેર બન્યું

16 May 2018 03:17 PM
kutch

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો હાહાકાર

Advertisement

રાજકોટ તા.16
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ફરી એકવાર મહતમ તાપમાન ઉંચકાતા સુરેન્દ્રનગર રેડ એલર્ટ નજીક પહોંચ્યું હતું. અમદાવાદમાં બે ડિગ્રી જેટલો ગરમીનો પારો ઉંચકાતા મહતમ તાપમાન 42.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જયારે સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રી નોંધાવા સાથે તે રાજયનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું.
આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેવો અનુભવ સુરેન્દ્રનગરવાસીઓએ કર્યો હતો. ગરમી લોકોને તોબા પોકરાવી રહી છે. ત્યારે બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા.
રાજયના પાટનગર ગાંધીનગરમાં જયાં જુઓ ત્યાં લીલોતરી જોવા મળે છે છતાં બુધવારે આ શહેરની ગરમી 43 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આમ સતત વધી રહેલા પ્રદુષણ અને કાર્બન ડાયોકસાઇડના કારણે ગ્રીનસીટીમાં પણ ગરમી કાળો કેર વર્તાવી રહી છે.
મંગળવારે અમદાવાદમાં 42.9, ડિસામાં 42, ગાંધીનગરમાં 43, ઇડરમાં 42, વડોદરામાં 41, સુરતમાં 3પ.6, વલસાડમાં 34.4, ભાવનગરમાં 39.8, પોરબંદરમાં 34.2, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 44, ભુજમાં 36.4 કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કચ્છ
ગરમીનો પારો આંશિક નીચે ઉતર્યા બાદ ગઇકાલે ફરી 40 ડિગ્રીએ પહોંચી જતાં જિલ્લા મથક ભુજમાં બપોરે રીતસર લોકો સૂર્યનારાયપના ભયથી અકળાયા હતા. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો ભુજમાં ઉષ્ણ તાપમાનનો પારો ગઇકાલે વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો કંડલા એરપોર્ટ વિસ્તારમાં 1.1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. બપોરે હવામાં લૂનું પ્રમાણ વધુ મહેસુસ થયો હતો. સતત તાપમાનમાં થઇ રહેલા વધારાના કારણે શહેરીજનો બપોરે રસ્તા પરથી પસાર થતાં પસીનાથી ભીંજાયા હતા.
કંડલા એરપોર્ટ વિસ્તારમાં આજે વધુમાં વધુ તાપમાન 42 ડિગ્રી તો ઓછામાં ઓછું 27.2 ડિગ્રી રહ્યું હતું. ભુજમાં વધુમાં વધુ 40 જયારે નીચુ તાપમાન 20.6 ડિગ્રી રહ્યું હતું.


Advertisement