17 વર્ષની કિશોરી પર સગા ભાઇનો બળાત્કાર?

16 May 2018 03:15 PM
kutch

માંડવીના ભેરૈયા ગામની ઘટના : પ્રેમીના કહેવાથી બનાવ ઉભો કર્યાની પણ પોલીસને શંકા : ઉંડી તપાસ

Advertisement

ગાંધીધામ તા.16
માંડવી તાલુકાના ભેરૈયા ગામમાં એક કિશોરી ઉપર તેના જ સગા ભાઇએ બળાત્કાર ગુજાર્યો હોવાનું આળ કિશોરીએ મૂકતાં ભારે ચકચારી પ્રસરી છે. તો બીજી તરફ પોલીસે પણ આ ભેદભરમ જેવો કેસ હોવાથી ઉંડી તપાસ આદરી છે.
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સખીવન સ્ટોપમાં સારવાર હેઠળ રહેલી આ કિશોરીનું નિવેદન લઇ તપાસ કરી બાદમાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાશે તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, કિશોરીના આક્ષેપ પ્રમાણે, ભેરૈયા ગામમાં એકાદ મહિના અગાઉ આ ચકચારી બનાવ બન્યો હતો. 17 વર્ષીય કિશોરી બપોરે પોતાના ઘરે હતી અને માતા-પિતા બહાર હતા ત્યારે તેનો મોટો ભાઇ ઘરે આવ્યો હતો અને જોરજબરદસ્તી કરી તેણે કિશોરી સાથે દુષ્કર્મ કર્યુ હતું. દરમિયાન આ કિશોરી રાત્રે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં આવેલા સખીવન સ્ટોપમાં સારવાર માટે આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કિશોરીના નિવેદન માટે ગયા હતા પણ તેને નિવેદન આપ્યું નહોતું અને સખીવન સ્ટોપના કાર્યકરો આ કિશોરીનું હજુ એક વખત કાઉન્સેલીંગ કરી લે અને તે પોતાના નિવેદન પર અડગ રહે તો પોલીસે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સગીરાને પ્રેમસંબંધ હતો તે યુવક સાથે ચાલી ગઇ હતી. કિશોરીના માતા-પિતા, ભાઇ તેણીને શોધવા પણ ગયા હતા. પોતાની સામે કોઇ ફરિયાદ ન થાય તે માટે પ્રેમીના પરિવારની ચડામણીથી સગીરાએ સગા ભાઇ સામે આક્ષેપ કર્યા હોવાની આશંકા પોલીસ વ્યકત કરી રહી છે. હાલ તેણીનું વધુ કાઉન્સેલીંગ કરવા પોલીસે તાકીદ કરી છે.
સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય
માંડવી તાલુકાના ગુંદીયાળી ગામમાં પતિએ પત્ની સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કર્યુ હોવાનું અને સાસરીયાઓએ શારીરીક-માનસીક ત્રાસ આપ્યો હોવાના બનાવ અંગે પોલીસ ચોપડે ગુનો દર્જ થયો છે. ગત તા.11/5 થી 29/6 દરમિયાન બનેલા બનાવ સંદર્ભે ભોગ બનનાર પરિણીતાએ આરોપી પતિ અવિનાશ શામજી મહેશ્ર્વરી, શામજી ખીમજી મહેશ્ર્વરી, નેણબાઇ ખીમજી મહેશ્ર્વરી, સુમન સામજી મહેશ્ર્વરી, મોનિકા શામજી મહેશ્ર્વરી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિએ અવાર-નવાર તેણી ઉપર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કર્યુ હતું. તેમજ સસરાએ અભદ્ર માંગણી કરી હતી. આ અંગે પતિને જણાવતાં પતિએ માર માર્યો હતો. તેમજ સાસુ-નણંદોએ પણ મારી મારી શારીરીક-માનસીક ત્રાસ ગુજાર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement