મોરબીમાં બે દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કરી દીકરા તરીકેની ફરજ અદા કરી

16 May 2018 03:05 PM
Morbi
  • મોરબીમાં બે દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કરી દીકરા તરીકેની ફરજ અદા કરી

Advertisement

સામાન્ય રીતે મહિલો સ્મશાનમાં આવતી નથી પરંતુ હવે બદલાતા યુગની સાથે ઘણું પરિવર્તન આવી રહ્યું છે અને મહિલાઓ દ્વારા સ્મશાનમાં હોમ હવન, યજ્ઞ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. સમાજને નવો રાહ ચીંધતા જે પરિવારમાં દિકરાની ખોટ હોય છે તે પરિવારની દીકરીઓ દ્વારા તેના સ્વજનની અંતિમ સંસ્કારની વિધિ કરીને દીકરા તરીકેની ફરજ અદા કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના ઘુનડા રોડ પર આવેલ રામસેતુ સોસાયટીમાં રહેતા મૂળ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામના બલદેવભાઈ ઓધવજીભાઈ ગાઢિયાને સંતાનમાં ભૂમિ અને નિકિતા નામની બે પુત્રીઓ છે અને છેલ્લા છ માસથી બલદેવભાઈના પત્ની કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગત રવિવારે ભારતીબેનનું અવસાન થતાં પુત્રી ભૂમિબેન અને નિકિતાબેને તેની માતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિધિ કરી હતી. (તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement