મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના 1000 મહિલા કર્મચારી વૈષ્ણોદેવીના પ્રવાસે

16 May 2018 03:05 PM
Morbi
  • મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના 1000
મહિલા કર્મચારી વૈષ્ણોદેવીના પ્રવાસે

રોજગારી સાથે નવા અનુભવોની પણ તક

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.16
દુનિયાને ઘડિયાળના કાંટે ચાલતા અને દોડતા શીખવનારા અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા મહિલાઓને રોજગારી આપવામાં આવે છે એટલું જ નહી પરંતુ મહિલાઓ બહારની દુનિયાને જોવે જાણે તે માટે મહિલા કર્મચારીઓને જુદી જુદી જગ્યાના પ્રવાસ પણ કરાવવામાં આવે છે દરમ્યાન હાલમાં 1000 થી પણ વધુ મહિલા કર્મચારીઓને માં વૈષ્ણો દેવીનો સાત દિવસનો પ્રવાસ કરાવવામાં આવશે જે પ્રવાસનો તમામ ખર્ચ કંપની દાવર ઉઠાવવામાં આવશે તેવું કંપનીના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું છે.અજંતા ઓરેવા કંપનીના માર્કેટિંગ મેનેજર દિપકભાઈ પારેખએ જણાવ્યું હતું કે, વૈષ્ણો દેવી પ્રવાસ દરમ્યાન કર્મચારીઓને આવવા-જવાનું , રહેવાનું ,જમવાનું તથા સાઈટ સીઇંગ વિગેરે તમામ ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, અજંતા ઓરેવા ગુપમાં હાલમાં હજારો દીકરીઓને રોજગારી મળે છે તે ઉપરાંત તેનામાં ડિસિપ્લિન, ચોકસાઈ, વિશ્વાસ અને સમાજ ઉપયોગી થવાનું જીવન ઘડતર કરવામાં આવી રહ્યું છે લાઇટિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેકટ્રીકલ્સની આશરે 800 થી પણ વધુ વિવિધ વેરાઈટી ઓરેવા ગ્રુપ બનાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખભાઇ પટેલ બિઝનેસની સાથે સામાજિક કાર્યો કરતા રહે છે. અજંતા ઓરેવા ગ્રૂપની મોટાભાગની પ્રોડક્ટ ઈકો ફ્રેન્ડલી છે જેથી પર્યાવરણને નુકશાન કર્યા વગર આગળ વધવાનો અને એલઇડી લાઈટિંગ જેવી પ્રોડક્ટ થી દેશને કરોડોના પાવરની બચત અજંતા ઓરેવા એમ્પાયરે કરાવી છે તે હક્કિત છે.


Advertisement