પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણનું સ્તર ખાડે

16 May 2018 02:56 PM
Porbandar

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું કંગાળ પરિણામ ચિંતાનો વિષય : દેવશી મોઢવાડીયા : પોરબંદરને વિજ્ઞાન પ્રવાહની શાળાઅો ફાળવવા પોરબંદર જિલ્લા કોંગ્રેસની રાજય સરકાર સમક્ષ માંગ

Advertisement

પોરબંદર, તા. ૧૬ ઉચ્ચ અભ્યાસક્રમોનું પ્રવેશ દ્વાર ગણાતા વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોડૅના પરિણામોનું દર વષેૅ પોરબંદર જિલ્લાનું પરિણામ સતત ઘટતું જ જાય છે જે ચિંતાનો વિષય છે અને અા અંગે શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણશાસ્ત્રીઅો અને જવાબદાર પદાધિકારીઅોઅે વિચારવાની જરૂર છે તેમ અેક નિવેદનમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવશી મોઢવાડીયાઅે જણાવ્યું હતું. પોરબંદર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઉપર અાવે અને ઘરઅાંગણે જ વિધાથીૅઅોને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મળી રહે તે માટે બરડા વિસ્તાર, ઘેડ વિસ્તાર, રાણાવાવ અને કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માઘ્યમિક શાળાઅો ફાળવવા માટે પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા રાજય સરકારને લેખિતમાં પત્ર પાઠવીને રજુઅાત કરી છે. અેક જ વિધાથીૅ પાસ બોડૅના જાહેર થયેલા પરિણામો અંગે ચિંતા વ્યકત કરતાં પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવશી મોઢવાડીયાઅે જણાવ્યું હતુંકે ગુજરાત રાજય ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોડૅ દ્વારા જાહેર કરાયેલ પરીણામોમાં અેરુ૧ ગ્રેડમાં પોરબંદર જિલ્લામાં અેક જ વિધાથીૅ પાસ થયો છે, અેરુર ગ્રેડ સાથે માત્ર ૧૧ વિધાથીૅઅો જ પાસ થઈ શકયા છે. દેવશી મોઢવાડીયાઅે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઅોના અભાવે વિધાથીૅઅોઅે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાને બદલે કોમસૅ અને અાટૅસના પ્રવાહમાં પ્રવેશ મેળવવાનું વધારે પસંદ કરે છે જે ચિંતાનો વિષય છે. દેવશી મોઢવાડીયાઅે વધુમાં જણાવ્યંુ હતું કે વિધાથીૅઅોને પોરબંદરમાં ઘર અાંગણે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઅોમાં સારુ મળતું ન હોય ન છુટકે ધોરાજીરુજુનાગઢરુરાજકોટ કે અન્ય શહેરોમાં અભ્યાસ અથેૅ જવું પડે છે. પોરબંદરમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના કથડેલા સ્તર માટે રાજય સરકારની ગરીબ અને મઘ્યમવગૅ વિરોધી નીતિને જવાબદાર ઠેરવતા પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ર૦ વષૅમાં ભારતીય જનતા પાટીૅની રાજય સરકારે વિજ્ઞાન પ્રવાહની અેકપણ નવી ગ્રાન્ટેડ કે સરકારી શાળાને મંજુર અાપી નથી, જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઅો વષોૅથી ચાલે છે તેમાં ખાલી પડેલી શિક્ષકો અને શિક્ષક સ્ટાફની જગ્યાઅો ભરવાની પણ મંજુરી અાપવામાં અાવતી નથી. પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના કથડેલા શિક્ષણના સ્તરને સુધારવા માટે અને પોરબંદર જિલ્લાના વિધાથીૅઅોને ઘરઅાંગણે જ મુલ્યનિષ્ઠ અને ગુણવતાયુકત શિક્ષક મળી રહે તે માટે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ચાર વિભાગો અેટલે કે બરડા પંથક, ઘેડ પંથક અને રાણાવાવ ગ્રામ્ય અને કુતિયાણા ગ્રામ્યમાં અાવેલી ગ્રાન્ટેડ હાઈસ્કુલો તેમજ સરકારી હાઈસ્કુલોને વિજ્ઞાન પ્રવાહની મંજુરી અાપવા અને પુરતો શૈક્ષણિક સ્ટાફ ચાલુ વષેૅ જ ફાળવવા માટે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજુઅાત કરીને પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસે માંગણી કરી છે. પોરબંદર જિલ્લામાં દ્વારકાથી શરૂ કરીને સોમનાથ સુધીના કોસ્ટલ વિસ્તારનું કેન્દ્રસ્થાન પોરબંદર બની રહયું છે. ત્યારે પોરબંદરના શિક્ષણશાસ્ત્રીઅો, ચુંટાયેલા પદાધિકારીઅો અને રાજય સરકારનો શિક્ષણ વિભાગ જો ગંભીરતા દાખવીને પોરબંદરને વિજ્ઞાન પ્રવાહ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમોની કોલેજો તેમજ વિવિધ ફેકલ્ટીઅો ફાળવે તો પોરબંદર પણ શૈક્ષણિક હબ બનવાની પુરતી સંભાવનાઅો રહેલી છે જેનો સીધો લાભ પોરબંદરના સ્થાનિક વિધાથીૅઅોને ઘરઅાંગણે જ મળી શકે તેમ છે.


Advertisement