ઉપલેટામાં મેમણગૃ્રપ દ્રારા જનતા તાવડો

16 May 2018 02:56 PM
Dhoraji
  • ઉપલેટામાં મેમણગૃ્રપ દ્રારા જનતા તાવડો
  • ઉપલેટામાં મેમણગૃ્રપ દ્રારા જનતા તાવડો

રમઝાન માસ દરમિયાન ૬૦ જેટલી ચીજવસ્તુઅોનું રાહતદરે વિતરણ

Advertisement

ઉપલેટા તા. ૧૬ ઉપલેટા શહેર તાલુકા તેમજ અાસપાસના વિસ્તારના મુસ્લિમ રહીશો તથા દરેક ધમૅ સમાજની અામ જનતા માટે શહેરની સેવાભાવી સંસ્થા મેમણ ગૃપ દ્રારા કોમી અેકતા અને ભાઈચારાની ભાવનાથી રમઝાન માસ શરૂ થવાના દસ બાર દિવસ પહેલા સાવ નજીવા દરે મુસ્લિમ બિરાદરોને પરવડે તેવા વ્યાજબી ભાવથી ફ્રુટ, જલેબી, સરબત, સેવ, બરફ, મેગી, નુડલ્સ વગેરે ૬૦ જેટલી વસ્ુતઅો માટેના જનતા તાવડાનું અાયોજન દર વષૅની જેમ અા વષેૅ પણ અાયોજન કરવામાં અાવ્યું છે. અા વષેૅ પણ મુસ્લિમ સમાજ તેમજ વિવિધ સમાજના લોકો માટે રમઝાન માસમાં ઉપયોગમાં લેવાતી ૬૦ જેટલી દરરોજની તાજી વસ્તુઅોનું વિતરણ અેક મહિનો અને દસ દિવસ સતત રાહતદરે જનતા તાવડાનું અાયોજન કયુઁ છે. તેનો દરેક લોકોને ભરપૂર લાભ મળે અે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં અાવી રહ્યા છે. અા સેવાભાવી મેમણ ગુ્રપની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે. અા જનતા તાવડાની સેવામાં મેમણ ગુ્રપના પ્રમુખ હાજી હનીફભાઈ ઉપપ્રમુખ જાવિદ પટેલ, મુનાફ ચણા, ફારુકભાઈ ભામલા, અનિસ ચણા, સદામ તાલુ, શિરાઝ ધોરાજીવાલા, હાજી બગસરા વાલા, યાસીન તાલુ, ફૈસલ ફુલારા, સાદિક સુરીયા સહિત ૧૬ જેટલા મેમણ ગુ્રપના સભ્યો તથા તેમની ટીમ અા સેવાકીય પ્રવૃત્તિમાં જાેડાયા હતા.


Advertisement