ગોંડલના ગુંદાળા ફાટક પાસે ટ્રેન હડફેટે શ્રમિક યુવાનનું મોત

16 May 2018 02:55 PM
Gondal
Advertisement


ગોંડલ તા.16
ગોંડલના ગુંદાળા ફાટક પાસે ટ્રેન અડફેટે શ્રમિક યુવાન આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રહેતા મુળ મધ્યપ્રદેશના અને ગોડલ શહેરમાં કડિયા કામ કરી જીવન નિર્વાહ કરતા મુકેશ ડુંગરશી અજનાન જાતે આદિવાસી ઉંમર વર્ષ 35 રાત્રિના સુમારે ગુંદાળા ફાટક પાસે ખોડીયાર નગર નાના ની બાજુમાં ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું મૃતદેહને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુએ એમ્બ્યુલન્સ મારફત સરકારી દવાખાને ખસેડાયો હતો ઘટના અંગેની તપાસ રેલવે પોલીસના બળભદ્ર સિંહ જાડેજા તેમજ ગણપતસિંહ જાડેજાએ હાથ ધરી હતી.


Advertisement