ધો૨ાજીના ધા૨ાસભ્યએ પ્રાંત અધિકા૨ીને ગાંળો ભાડી ખૂનની ધમકી આપી

16 May 2018 02:54 PM
Dhoraji Crime

બ્રહ્મસમાજના આગેવાનો ા૨ા વિધાનસભાના અધ્યક્ષ્ા અને ૨ાજયપાલને ઘટનાની સીડી આપી ક૨ેલી ૨જુઆત

Advertisement

ધોરાજીના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ જાહેર કાર્યક્રમમાં પ્રાંત અધિકારીને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના મુદ્દે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા વિધાનસભા અધ્યક્ષ તેમજ રાજ્યપાલને બનાવના વિડિયો રેકોર્ડિંગ ની સીડી આપી રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ દવે દ્વારા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને કરાયેલ રજુઆતમાં તાજેતરમાં જ ધોરાજી ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા પ્રાંત અધિકારી તુષારભાઈ જોશી સાથે ગેરવર્તણૂક કરી ભૂંડાબોલી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અંગેનું વિડિયો રેકોર્ડિંગ ની સીડી આપી ઘટના અંગે તાકીદે પગલા લેવા માંગ કરી છે. ઉપરોક્ત આગેવાનોએ બ્રહ્મસમાજના પ્રાંત અધિકારી તેની ગેરવર્તણૂક અને સમગ્ર સમાજ સાથેની ગેરવર્તણૂક સમાન ગણાવી છેઘટના અંગે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ જયેશભાઈ દવે દ્વારા ધારાસભ્યો લલિતભાઇ વસોયાએ નો સંપર્ક કરવા પ્રયત્ન હાથ ધરાયો હતો પરંતુ લલિતભાઇ વસોયાએ તેઓનો કોલ રીસીવ કર્યો ન હતો.


Advertisement