પાલીતાણા પંથકમાં બોગસ ખેડૂત ખાતેદારોની વધતી જતી સંખ્યા

16 May 2018 02:54 PM
Bhavnagar
Advertisement

પાલીતાણા તા.16
પાલીતાણા પંથકમાં બોગસ ખેડુત ખાતેદારોની સંખ્યા વધતી જાય છે. બીજા જીલ્લાઓમાંથી અધીકારીઓ સાથે સાંઠગાંઠ કરી ખાતેદાર ખેડુતના સર્ટીફીકેટ લાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે.
આવા બોગસ બની બેઠેલા ખેડુત ખાતેદારો પરસોગેશનના આધારે ખેડુત થઈ ગયા છે. આવા બોગસ બની બેઠેલા ખેડુત ખાતેદારોના બાપદાદા ખેડુત હતા કે નહીં તેની તપાસ કરવામાં આવે તો કંઈકના પગ નીચે રેલો આવે તેમ છે.
ખેડા, મુંબઈ, ભૂજ વિસ્તારમાંથી ખોટા દસ્તાવેજો ઉભા કરી સાંઠગાંઠથી ખેડુત બનેલાઓ જમીનના ધંધામાં સંકળાયેલ આવા બની બેઠેલા ખેડુત ખાતેદારો કોઈ દિવસ ખેડુત ન હતા તેમજ તેમના વંશવેલામાં પણ કોઈ ખેડુત ન હોય તેવા લોકો પણ ખાતેદાર ખેડુત બની ગયા છે.
ખેડુત ન હોવા છતા પાલીતાણામાં ખેડુતના નામે જમીન ખરીદવામાં આવેલ છે. ખરીદેલ જમીન રીસેલ કરી વેચાણ કરવામાં આવે છે. બોગસ બની બેઠેલા ખાતેદાર ખેડુતોએ 7/12 8અની ખોટી નોંધો ઉભી કરી હોવાની વાતો બહાર આવવા પામી છે.


Advertisement