વિસાવદરમાં રેશનિંગના ઘઉંનું બારોબાર વેચાણનું કૌભાંડ? યાર્ડમાં જથ્થો ઉતાર્યાની ચર્ચા

16 May 2018 02:53 PM
Junagadh

બારદાન બદલીને ઘઉંના વેચાણનું ષડયંત્ર; તપાસ જરૂરી

Advertisement

વિસાવદર તા.15
વિસાવદર માર્કેટીંગ યાર્ડના વેપારીઓને પુરવઠા વિભાગની સાંઠગાંઠથી અમરેલી જીલ્લાના તથા જુનાગઢ જિલ્લા અન્ય તાલુકામાંથી રેશનીંગના ઘઉં વ્હેલી સવારના ટ્રકો ભરી ઠલવાઈ રહ્યા છે ત્યારે પુરવઠા તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે.
તાજેતરમાં એક વેપારીને ત્યાં પુરવઠા વિભાગના ઘઉં વેચવા માટે એક વાહન આવેલું અને સ્થાનિક ખેડુતોએ આ બાબતે મામલતદારશ્રી તથા પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરતા પુરવઠા અધિકારીએ આ ઘઉંના નમૂના લઈ જુનાગઢ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલાવેલ અને હજુ તેનો રીપોર્ટ આવેલ નથી ત્યાં ઘઉંના માલિક એવા બની બેઠેલા ખેડુતના નામની રેવન્યુ રેકર્ડની નકલો રજુ કરી સમગ્ર પ્રકરણને દબાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
પરંતુ પુરવઠા વિભાગના બારદાન પલ્ટીને ઘઉંનો ખુબજ મોટો કારોબાર વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં થઈ રહ્યો છે અને પુરવઠા ખાતુ મૌન ધારણ કરીને બેઠું છે.


Advertisement