માછીમારોને ડિઝલમાં વેટની સબસીડી પ્રતિ લિટર રૂા.12 મુજબ ચુકવવાનો નિર્ણય

16 May 2018 02:52 PM
Veraval
  • માછીમારોને ડિઝલમાં વેટની સબસીડી
પ્રતિ લિટર રૂા.12 મુજબ ચુકવવાનો નિર્ણય

વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસો.ના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત ફળી

Advertisement

વેરાવળ તા.16
ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી, મંત્રીઓ અને માછીમાર સમાજના અગ્રણીઓ તથા અઘિકારીઓની હાજરીમાં એક બેઠક મળેલ જેમાં માચ્છીમારોના પ્રાણ પ્રશ્નો એવા ડીઝલ પરની સબસીડી બાબતે ગુજરાત સરકાર દ્વારા માછીમારોની તરફેણમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવતા માછીમાર સમાજમાં ખુશીની લહેર પ્રસરેલ છે.
આ અંગે વેરાવળ ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, વર્ષોથી માછીમારોને હાઇ સ્પીડ ડીઝલ ઉપર મળતી સો ટકા વેટ માફીની સ્કીમમાં રાજય સરકાર ધ્વારા વર્ષ ર017-18 ની સાલમાં નવી નીતિ બનાવવામાં આવેલ જેમાં સો ટકા વેટ માફીની જગ્યાએ 1,14,000 ની મર્યાદા બાંધવામાં આવી હતી અને ર1,000 થી લઇ ર4,000 લીટર સુધીનો વાર્ષીક કવોટા હતો તેને ઓછો કરી અને 11,000 લીટર કરી દેવામાં આવેલ હતો અને કુટુંબદીઠ એક ને જ આ લાભ આપવો એવું નકકી કરેલ હતું ત્યારે આ પરિપત્રથી માછીમાર સમાજને અસંતોષ હતો તેથી માછીમાર સમાજ દ્વારા નવી નીતિ મુજબનો જી.આર. રદ કરી અગાઉ મુજબ મુળભૂત યોજનાનો લાભ મળે તેવી ગુજરાતના માછીમાર દ્વારા અવાર-નવાર રજુઆત કરવામાં આવેલ જેને ધ્યાને લઇ નિર્ણય કરવામા આવેલ જેમાં માર્ચ-2018 મુજબ કુલ 10,677 માછીમાર બોટ ધારકો ડીઝલ કાર્ડ ધરાવે છે તથા આવેલ બોટો રીયર કાર્ડઝ સોફટવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ અને હોર્સ પાવર વાઇઝ પાત્રતા ધરાવતા હોય તેવી જ બોટોને ડીઝલ વેટ ની રકમ સામે પ્રતિ લીટર રૂા.1ર લેખે સહાય ચુકવવાનું નકકી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ડીઝલ વેટની રકમ કરતા સબસીડીની રકમ વધવી ન જોઇએ જે સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવેલ છે અને માછીમારોને ડીઝલ ખરીદી ઉપર ડીઝલ સપ્લાય કરતી ઓઇલ કંપનીઓ ઇન્ડીયન ઓઇલ કોર્પો. અને એસ્સાર ઓઇલ કંપની દ્વારા વર્ક ઓર્ડરની શરતો મુજબ પ્રતિ લીટર રૂા.ર-ર8 નું ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ડીસ્કાઉન્ટ માછીમારોને સીધા આપવાનું નકકી કરવામાં આવેલ છે. ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કૃષી અને મત્સ્યોદ્યોગ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પૂર્વ રાજય મંત્રી જશાભાઇ બારડ, ગુજરાત ફીશરીઝ ના ચેરમેન વેલજીભાઇ મસાણી, અગ્રસચિવ કૈલાશ નાથન, ફાઇનાન્સ સચિવ અરવિંદજી અગ્રવાલ, રમણભાઇ પાટકર, ફીશરીઝ સચિવ મત્સ્યોદ્યોગ મહમદ સાહીદ તથા વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, બોટ એસો. પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, રામજીભાઇ ગોહેલ, માંગરોળ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ ખીમજીભાઇ મોતીવરસ, અરવિંદભાઇ પાંજરી સહીતના હાજર રહેલ અને માચ્છીમારોના પ્રાણ પ્રશ્નો એવા ડીઝલ સબસીડી બાબતે ગુજરાત સરકાર દ્વારા માછીમારોની તરફેણમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલ તેમજ વર્ષ ર017-18 ના ડીઝલના જુના બીલો જે ફીશરીઝ વિભાગ દ્વારા સ્વીકારેલ નથી તે પણ ટૂંક સમયમાં સ્વીકારવામાં આવનાર હોવાનું ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે એક યાદીમાં જણાવેલ છે.


Advertisement