ઉનાના અહેમદપુર માંડવી ગામે ગિરાસદારની જમીન બોગસ વિલના આધારે હડપ?

16 May 2018 02:52 PM
Junagadh
  • ઉનાના અહેમદપુર માંડવી ગામે ગિરાસદારની જમીન બોગસ વિલના આધારે હડપ?
  • ઉનાના અહેમદપુર માંડવી ગામે ગિરાસદારની જમીન બોગસ વિલના આધારે હડપ?

વિલના આધારે જમીન પચાવી બિન ખેતી પણ કરાવ્યા બાદ વેંચાણ શરૂ કરી દીધાની વ્યાપક ચર્ચા

Advertisement

ઉના તા.16
ઉના તાલુકાના એહમદપુર માંડવી ગામની સીમ વિસ્તારના વાંસોજ રોડ પર આવેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બર્ડ સેન્ચુરી અને ક્ષાર અંકુશ વિભાગની દરીયાઇ ખાડીને અડી આવેલા સી.આર.જેટના 500 મિટર અંદરની જમીન ગિરાસદારના નામે આવેલ હતી. આ જમીન સરકારી હોય અને ગિરાસદારના મૃત્યુ બાદ વિલ નામાં આધારે ગુજરાત રાજ્ય બહારના બીજા ખેડૂત નામે ચઢાવી ત્યાર બાદ વખતો વખત આ ખેડૂતના વારસદારો નામે એન્ટ્રી પડાવી બિનખેતીના આધારે દરીયા સીમાની હદમાં સાત માળનું વિકરાળ બાંધકામ ધરાવતું વિશાળ બિલ્ડીંગનું કામ શરૂ હોવા છતાં રાજકીય નેતા અને અધિકારીઓની મિલીભગતથી સોનાની લગંડી જેવી સરકારી જમીન હજમ કરી જવાના કૈાભાંડ સરકારની નિતી અને નિયમો નેવે મુકી બાંધકામ ચાલતુ હોવા છતાં તંત્ર મૈાન બની ગયેલ છે.
આ જમીન કૈાભાંડમાં સરકારી રેકર્ડ આધારે બહાર આવેલી વિગત અનુસાર ઉના તાલુકાના એહમદપુર માંડવી ગામે રે.સે.ન.15/1, 18/1, 19, 20/1, 20/2, 20/3 ની સરકારી તેમજ સી.આર.ઝેડની જમીન બીજા ખેડૂત દ્રારા વિલ થી તબદીલ કરી મોટું કૈાભાંડ આચરી તેમાં સાત માળનું રેસીડેન્ટ બિલ્ડીંગ બની રહ્યુ છે. અને આ બિલ્ડીંગના કારણે ફોરેસ્ટ વિસ્તારના રાષ્ટ્રીય વૃક્ષો એવા તાડ ના સેંકડો વૃક્ષોનું નિકંદ કાઢી નાખવામાં આવ્યુ છે. જમીન બિનખેતી કરતી વખતે જીલ્લા કક્ષાના અધિકારીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અભિપ્રાય અને એનઓસી મેળવવાની હોય તેને બાય પાસ કરી દેવાઇ હોવાનું જોવા મળેલ છે.
એહમદપુર ગામે રે.સ.ન. 15/20/22/21 ની જમીન હક પત્રક નોંધ -102 થી સરકાર ખાતે ચાલતી જે જમીન નાળીયા માંડવી ગામે અંબા માં નું મંદિર આવેલ તેના પુજારી પંડિત નારાયણ પ્રસાદગુરૂ છોટા લાલને હુકમ નં.1349 તા.5/7-55 થી 20 પટ લઇને આપેલ આ ગિરાસદાર પંડિત નારણ પ્રસાદગુરૂ છોટાલાલ બહારીલાલને કોઇ જ વારસદાર હતા નહી. અને તેઓ તા.5/12/64 ના રોજ ગુજરી ગયેલ અને ત્યાર બાદ નામ કમી કરવા હક્ક પત્રકની નોંધ નં. 404 તા.5/11/65 થી પડી અને પ્રમાણીત થયેલ ત્યાર બાદ ગુજરનાર બહારના દિવ સાસીત પ્રદેશ (યુ.ટી) વિસ્તારના ધોધલા ગામના બિન ખેડૂત ખારવા રામનથુએ તા.20/1/65 ના વિલ થી તેમને ગુજરનાર નારણપ્રસાદ બીહારી લાલે કબ્જો સોપેલ છે. તેવું જણાવી હક્ક પત્રક નોંધ નં.734 તા.1/4/17 થી નોંધ પડાવી જે પ્રમાણીત કરાયેલ છે. તે સેટેલ્ડ લીગલ પ્રિન્સીપલ મુજબ કોઇપણ બિનખેડૂત વિલથી પણ ખેતીની જમીન તબદીલ કરી શક્તા નથી તેમ છતાં ગુજરાત બહારના વિસ્તારના બિનખેડૂતને જમીન તબદીલી કરાવતી ગે.કા. નોંધ પ્રમાણીત તંત્રએ કરી દીધી હતી. અને રામનથુ ગુજરી જતાં તેના વારસદારોએ તેમના નામે હક્ક પત્રક નોંધ નં.1963 તા.19/6/2006 થી વારસાઇ નોંધ નાખી ઉતરોતર નોંધ નં.1964 તા.19/6/2006 2476 તા.2/2/2011 3621 તા.19/9/2014 1963 તા.19/6/2016થી પડાવી તમામ જમીન દરીયાકાંઠાથી 500 મીટરની અંદર અને સીઆરઝેડની જોગવાઇ લાગુ હોવા છતાં તેમજ ગામના ખેડૂત ખાતેદારના 7/12 ના દાખલામાં સ્પષ્ટ નોંધ થયેલ હોવા છતાં પણ સરકારની જમીનો સીઆરઝેડની પ્રતિબંધીત વિસ્તારમાં આવવા છતાં સંબંધ કર્તા જીલ્લાના અધિકારીએ આ જમીન બિન ખેતી કરી દેવાતા આસામી દ્રારા 1 ચો. મીટરના રૂ. 15 હજાર લેખે વેચાણ કરી નાખતા આ પંથકનું સૈાથી મોટું જમીન કૈાંભાડ અધિકારીઓ તપાસ કરે તો બહાર આવે તેવી માંગ ઉઠી રહી છે.
રે.સ.નં. 20/1 પૈકી -1 પૈકી-2 ની ખેતીની જમીન સંગીતાબેન કિશોરભાઇએ આ જમીનનું તેમનું ટાઇટલ ન હોય તેમજ જે સરકારની જમીન સીઆરઝેડની જોગવાઇનો ભંગ થતો હોય તેમ છતાં જીલ્લા કક્ષાની પંચાયત કચેરીના લેન્ડ વિભાગમાં બેઠતા અધિકારીઓ દ્રારા નાળીયા માંડવી ગામની રે.સ.નં. 20 પૈકીની હે.0.83.93ની જમીન પણ બિનખેતી કરાયેલ ત્યાં પણ પ્લોટોનું વેચાણ થાઇ છે. તેમાં ઓછો સ્ટેમ્પ ડ્યુટી દર્શાવી દરસ્તાવેજ કરાય છે. અને આવા તમામ પ્લોટ દરીયાઇ અને ફોરેસ્ટ વિભાગના વિસ્તારને અડી આવતી હોય જે.સી.આર.ઝેડનાં કાયદાનો ભંગ કરી રહી છે. સરકારી તંત્રના ભ્રષ્ટાચારના કારણે મોટા ભાગના અભિપ્રાય ખોટા આપી બિનખીતીમાં જમીનો ફેરવેલ આવા હુકમોને રિવીઝનમાં તંત્રએ લઇ જઇને રદ કરવા જોઇએ તેવી પણ માંગણી ઉઠી રહી છે. હાલમાં સંગીતાબેન કિશોરભાઇ ચૈાહાણ સી.આર.ઝેડની જમીનમાં સાતમાળનું બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરેલ છે. અને રે.સ.નં 15/1, 18/1, 20/1, 20/2 પૈકીની જમીનોમાં રાષ્ટ્રીય તાડ નામના વૃક્ષો 300 જેટલા આવેલા છે. આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે સંબધીત ખાતાના અભિપ્રાય મંજુરી લેવામાં આવેલ નથી. તેમ છતાં મોટાભાગના વૃક્ષોને કાપી નાખી નિકંદ કાઢી નાખવામાં આવેલ છે. અને આ બિલ્ડીંગને અડી આવેલા બર્ડસેન્ચુરી તેમજ ક્ષાર અંકુશ ખાતાની જમીનો આવેલ હોય ત્યા દેશ વિદેશના યાયાવર પક્ષીઓ અને વન્ય પ્રાણીઓની પણ અવર જવર રહેતી હોય દરીયા ખાડીનો વિસ્તાર આવેલ છે. અને ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં દરીયા પાણીના મોજાઓ વચ્ચે પર્યાવર અને પક્ષીઓનું રમણીય સુંદર સ્થળ નાસ થઇ રહ્યુ છે. ત્યારે જમીન મહેસુલ કાયદાની જોગવાઇ હેઠળ ગે.કા. સી.આર.ઝેડ ની જોગવાઇ ભંગ કરતા આવા બાંધકામો ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરે તાત્કાલીક તપાસ કરી અટકાવી આ જમીનોના બિનકાયદેસર હુકમો રદ કરી સરકારની કરોડો રૂપિયાની કિંમતી જમીનો હડપ કરી સરકારને નુકસાન થતું અટકાવવા અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી ઉઠેલ છે.

જમીન મૂળ માલીક સરકાર
આ જમીનના દસ્તાવેજ જોતા પ્રથમ જમીન મૂળ સરકાર નામે હતી ત્યાર બાદ આ જમીન નારાયણ પ્રસાદગુરૂ છોટાલાલ નામે સોરઠ કલેક્ટરના હુકમથી સરકારના ખાતેથી કમી કરીને દાખલ કરાય હતી. અને ત્યાર બાદ તા.15/12/74 ખારવા રામનથુને રજી.દ.નં.96 થી વિલ કરી આપતા ખાતે કરવામાં આવેલ ત્યાર બાદ વખતો વખત એન્ટ્રીઓ કરી કૈાટુંબીક વહેચણીથી નોંધ કરાયાનું રેકર્ડ પર જોવા મળે છે.

જમીન મૂળ માલીક સરકાર
આ જમીનના દસ્તાવેજ જોતા પ્રથમ જમીન મૂળ સરકાર નામે હતી ત્યાર બાદ આ જમીન નારાયણ પ્રસાદગુરૂ છોટાલાલ નામે સોરઠ કલેક્ટરના હુકમથી સરકારના ખાતેથી કમી કરીને દાખલ કરાય હતી. અને ત્યાર બાદ તા.15/12/74 ખારવા રામનથુને રજી.દ.નં.96 થી વિલ કરી આપતા ખાતે કરવામાં આવેલ ત્યાર બાદ વખતો વખત એન્ટ્રીઓ કરી કૈાટુંબીક વહેચણીથી નોંધ કરાયાનું રેકર્ડ પર જોવા મળે છે.

તાલુકા વિકાસ અધિકારીએ કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારને જાણ કરી
તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ આ જમીન કૈાભાંડની તપાસની અરજી મળતા તેમણે ના.માંડવી ગામના તલાટીમંત્રી પાસે તમામ રેકર્ડ મંગાવી સાધનીક કાગળો બાંધકામ બિન- અધિકૃત થતું હોય તો જરૂરી કાર્યવાહી કરી સ્પષ્ટ અભિપ્રાય એહવાલ માંગી તે નકલની જાણ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને મોકલી છે.

જમીન ફોરેસ્ટ વિભાગના અભિપ્રાયને બાયપાસ કરી બિનખેતી કરાયેલ છે......મામલતદાર ડીયા
આ જમીન ટાઇટલ બિનખેતી અંગેની પ્રક્રિયા અંગે ઉના મામલતદાર ડીયાનો સંપર્ક કરતા જણાવેલ કે આ વિસ્તાર ફોરેસ્ટનો હોય અને જીલ્લા પંચાયતએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય માંગતા તેણે આપેલ ન હોવા છતાં બિનખેતી થઇ છે. તેમજ મૂળ જમીનદાર વિલ આધારે ખેડૂત ન હોવા છતાં કેમ ખેડૂત બન્યા ? તે અંગે પુછતા પોતે તમામ રેકર્ડ તપાસ કર્યા બાદ આ પ્રકરણની તપાસ કરીશુ તેવું જણાવેલ હતું.


Advertisement