ગુજરાતમાં કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધીની પોલીસ જગ્યા ખાલી: કાયદો-વ્યવસ્થા કેમ જળવાઈ? ચર્ચા

16 May 2018 02:45 PM
Gujarat
Advertisement

ગાંધીનગર તા.16
ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી થાય છે. તેમ છતાં પોસ્ટો ખાલી પડેલી જોવા મળે છે. રાજ્યની હાલની વસ્તી પ્રમાણેનું મહેકમ નિયત કરવામાં આવ્યું નથી તેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. પોલીસ પાસે જનતાની સુરક્ષા ઉપરાંત રાજ્ય નેતાઓની સુરક્ષા ની સૌથી મોટી જવાબદારી હોવાથી પોલીસ મોટાભાગે રાજનેતાઓની સરભરામાં જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ગુજરાત પોલીસના જવાનો દિવસના 15 કલાક ડ્યુટી કરે છે. પરંતુ તેમને પગાર માત્ર 8 કલાક નો જ મળે છે.. હાલ ના પોષ્ટિગ પ્રમાણે સિનિયર પોલીસ અધિકારીઓના પોષ્ટિગ જોવા જઈએ તો મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.


Advertisement