મહાનગરપાલિકા દ્વારા ચાંદીબજારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

16 May 2018 02:21 PM
Jamnagar
  • મહાનગરપાલિકા દ્વારા ચાંદીબજારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
  • મહાનગરપાલિકા દ્વારા ચાંદીબજારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
  • મહાનગરપાલિકા દ્વારા ચાંદીબજારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

ગેરકાયદેસર બાંધકામમાં માત્ર ઓટલા દૂર કરાયા જ્યારે મોટુ બાંધકામ યથાવત રખાયું...!!

Advertisement

જામનગર તા.16
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાંદીબજારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પણ કોઇપણ કારણોસર અનઅધિકૃત ખડકાયેલા મસમોટા બાંધકામને દૂર કરવાના બદલે માત્ર ઓટલાઓ તોડી સંતોષ માની લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની જાન ચાંદી બજાર પહોંચ્યા પછી વીલે મોઢે પાછી વળી હતી.
પાડતોડ કામગીરી સમયે ચાંદી બજારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા શહેરીજનોને આશા હતી કે એસ્ટેટ શાખાના જાંબાઝ અધિકારી મસમોટો કાફલો લઇ આવ્યા છે તો જરૂરી ભલભલા ચમ્મરબંધીનું બાંધકામ દુર થશે પણ..., એસ્ટેટ શાખા દ્વારા માત્ર ઓટલાઓ પર હથોડા મારી શુકન સાચવ્યા જેટલી કામગીરી કરતા ટોળે વળેલા શહેરીજનોમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું.ગુજરાતી કહેવત ‘હીરો ઘોઘે જઇ આવ્યો અને ડેલે હાથ દઇ આવ્યો’ માફક એસ્ટેટ શાખાની ટીમ માત્ર ઓટલા તોડ કામગીરી કરી સંતોષ માની લીધો હતો ત્યારે શહેરીજનો ઇચ્છી રહ્યા છે કે નગરમાં ખડકાયેલા મહાકાય ગેરકાયદેસર બાંધકામો વહેલી તકે દુર થાય. (તસ્વીર: હિતેશ મકવાણા)


Advertisement