ઉપલેટા દૂધ મંડળની સાધારણ સભા મળી

16 May 2018 01:11 PM
Dhoraji
  • ઉપલેટા દૂધ મંડળની સાધારણ સભા મળી

સભાસદોને ૧ર ટકા ડીવીડન્ડ અને પશુપાલકોને ર૯ લાખનું બોનસ અપાશે

Advertisement

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૬ ઉપલેટા દુધ સહકારી મંડળીની ૧૪મી વાષિૅક સાધારણ સભા યોજાઈ હતી. જેને જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ હરસદભાઈ ચંદ્રવાડીયાઅે દિપ પ્રગટાવીને ખુલ્લી મુકી હતી ત્યારે બહોળી સંખ્યામાં મંડળીના સભાસદ પશુપાલક ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અા તકે મંડળના પ્રમુખ ડાયાભાઈ ગજેરાઅે વાષિૅક હિસાબનો અહેવાલ રજુ કરેલ સને ર૦૧૭રુ૧૮ના મંડળીઅે ૯ કરોડનું ટનઅોવર કરીને મંડળીઅે ૬૦ લાખનો શરાફી ચોખ્ખો નફો જાહેર કરેલ નફાની ફાળવણી કરતા ડાયાભાઈ ગજેરાઅે જણાવેલ કે મંડળીમાં દુધ ભરતા પશુપાલકોને રૂા.ર૯ લાખનું માતબર બોનસ અાપવાની જાહેરાત કરેલ સભાસદોને ૧ર% ડીવીડન્ડ અાપવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત મંડળીની સામાજીક સેવાઅોમાં રાજદાણ ગુણી ૧ ની ખરીદી ઉપર રૂા.પ૯ ની રાહત મંડળી તરફથી અાપવામાં અાવશે તેમજ પશુપાલકોના સુરક્ષા કવચ અાપવા વિમાનું પ્રિમીયમ મંડળી ભરી અાપશે તેવી જાહેરાત કરેલ અને રૂા.પ લાખના અકસ્માત વિમા યોજનાનું કવચ મંડળી તરફથી પુરૂ પાડવામાં અાવશે અને ફ્રી કૃત્રિમ બિજદાણ, ફ્રી રસીકરણ, ફ્રી પશુ સારવાર મંડળી તરફથી કરવામાં અાવશે તેવી જાહેરાત કરવામાં અાવેલ. તે ઉપરાંત મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાઅે જણાવેલ કે રાજકોટ જીલ્લા દુધ સંઘ ગુજરાત મિલ્ક ફેડરેશન તેમજ રાજયના સહકાર વિભાગના સહકારથી મંડળીઅે ખુબ પ્રગતિ કરી છે. અા કાયૅક્રમમાં ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, બટુકભાઈ ગજેરા, નારણભાઈ ચંદ્રવાડીયા, લખમણભાઈ પાનેરા, કે.ડી. સીણોજીયા, ટપુભાઈ કાનગડ, દુધ સંઘ રાજકોટ ડેપ્યુટી મેનેજર પ્રણવ દેશાઈ, જાનીભાઈ તેમજ ખેડુતો અને સામાજીક અાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાયૅક્રમની અાભાર વિધી મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયાઅે કરી હતી.


Advertisement